અનુપમ રસાયણ, બિરલા ગ્રૂપ હોલ્ડિંગ્સ અને અન્યો પાસેથી ટાન્ફેક ઇન્ડસ્ટ્રીઝમાં હિસ્સો ખરીદશે
સુરત, ભારતની અગ્રણી કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલિટી કેમિકલ કંપની અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડ (NSE, BSE: ANURAS) (“ARIL”)એ આજે જાહેરાત કરી હતી કે તેનાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બિરલા ગ્રુપ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ (“BGH”-પ્રમોટર કંપની, જે આદિત્ય બિરલા ગ્રુપનો હિસ્સો છે)
અને ટાન્ફેક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (TIL એટલે કે “વેચનાર”)ના અન્ય કેટલાંક પ્રમોટર ગ્રૂપ પાસેથી TIL ના કુલ ઇક્વિટી શેરહોલ્ડિંગના 24.96 ટકા અને સંયુક્ત અંકુશ ખરીદવા મંજૂરી આપી છે. આ ઉપરાંત TILના પબ્લિક શેરહોલ્ડર્સ પાસેથી વધુ 26 ટકા હિસ્સો મેળવવા માટે સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સબસ્ટેન્શિયલ એક્વિઝિશન ઓફ શેર્સ એન્ડ ટેકઓવર) રેગ્યુલેશન્સ, 2011 હેઠળ ઓપન ઓફર લોંચ કરવાની પણ જાહેરાત કરી છે.
અનુપમ રસાયણે તામિલનાડુ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (“TIDCO”) અને બિરલા ગ્રૂપ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે 4 ઓક્ટોબર 1980નાં રોજ થયેલી સંયુક્ત સાહસ સમજૂતિનો પણ અમલ કર્યો છે, જેને પગલે TIL માં TIDCO ના સંયુક્ત સાહસ તરીકે BGH નું સ્થાન ARIL લેશે, જે સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સબસ્ટેન્શિયલ એક્વિઝિશન ઓફ શેર્સ એન્ડ ટેકઓવર) રેગ્યુલેશન્સ, 2011ના પાલનને આધીન છે.
1972માં સ્થપાયેલી TIL સ્પેશિયાલિટી ફ્લોરાઇડ કેમિકલ મેન્યુફેક્ચરર છે. કંપની હાઇડ્રોફ્લોરિક એસિડની પણ અગ્રણી ઉત્પાદક છે અને તે એલ્યુમિનિયમ ફ્લોરાઇડ, સોડિયમ સિલિકો ફ્લોરાઇડ, પોટેશિયમ ફ્લોરાઇડ જેવી અન્ય ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક ફ્લોરિન આધારિત પ્રોડક્ટ્સનાં ઉત્પાદન સાથે સંકળાયેલી છે.
આ ઉપરાંત કંપનીની મુખ્ય પ્રોડક્ટ્સમાં સલ્ફ્યુરિક એસિડ અને ઓલેયમનો સમાવેશ થાય છે. કંપની કડલોર, તામિલનાડુ ખાતે ઉત્પાદન એકમ ધરાવે છે, જે 60 એકરમાં ફેલાયેલો છે અને કડલોર પોર્ટની નજીક વ્યૂહાત્મક સ્થળે આવેલો છે. TIL એ નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 253 કરોડની આવક, રૂ. 65 કરોડની EBITDA અને રૂ. 46 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. છેલ્લાં ચાર ક્વાર્ટરના ચોખ્ખા નફાની સરખામણીમાં આ સોદો 13 ગણા પીઇ મલ્ટીપલે થઈ રહ્યો છે.
આ એક્વિઝિશન ARILના ફ્લોરિનેસન કેમિસ્ટ્રી હેઠળ પ્રોડક્ટ સિરીઝનું વિસ્તરણ કરવાનો વ્યૂહાત્મક નિર્ણય છે. તેમાં બેકવર્ડ ઇન્ટીગ્રેશન દ્વારા સિનર્જી થશે,
કારણ કે ARIL ભારતમાં પોટેશિયમ ફ્લોરાઇડની સૌથી મોટી ગ્રાહકમાંની એક છે, જે TIL દ્વારા સપ્લાય થશે. બેઝિક ફ્લોરો કમ્પાઉન્ડ્સની ઉપલબ્ધિ અને ARILની કોર આરએન્ડડી ટીમની નિપુણતા દ્વારા અમે આગામી વર્ષોમાં વિશિષ્ટ વેલ્યુ એડિંગ ફ્લોરિન ડેરિવેટિવ્ઝ બજારમાં મૂકી શકીશું. ARIL આરએન્ડડી અને પ્લાન્ટ લેવલે તેની અત્યંત અનુભવી પ્રોફેશનલ્સ દ્વારા TILની ટીમને મજબૂત કરશે.
એક્વિઝિશન અંગે બોલતા ARILના મેનેજિંગ ડિરેક્ટર આનંદ દેસાઇએ જણાવ્યું હતું કે, “અમે ટાન્ફેક ઇન્ડસ્ટ્રીઝમાં અમારું રોકાણ જાહેર કરતા ખુશી અનુભવીએ છીએ. ટાન્ફાક અમારા ફ્લોરિનેશન કેમિસ્ટ્રી બિઝનેસ માટે વ્યૂહાત્મક રીતે ફીટ છે. તેનાથી આયાત પરનું અમારું અવલંબન ઘટશે એટલું જ નહીં પણ અમે આ કેમિસ્ટ્રી હેઠળ નવા ડેરિવેટિવ્ઝ પણ લોંચ કરી શકીશું, જે અગાઉ શક્ય નહોતું.
અમને વિશિષ્ટ ફ્લોરો ડેરેવેટિવ્ઝ મળશે, જે પાક સંરક્ષણ, ફાર્મા ઇન્ટરમિડિયરીઝ અને ફ્લોરો ઇલેસ્ટમર્સ અને ફ્લોરો ઇલેક્ટ્રોલાઇટ્સ જેવા પોલિમર્સ તથા પોલિએમાઇડ અને સિમેકન્ડક્ટર્સમાં ઉપયોગ ધરાવતા અન્ય પોલિમર્સમાં વપરાય છે. અમે TILના સ્પેશિયાલિટી કેમિકલ બિઝનેસનું પણ વિસ્તરણ કરીશું
અને એ રીતે TILના વર્તમાન માર્જિન વધારીશું. તે પ્રથમ દિવસથી જ ઇપીએસ સંવર્ધક હશે. અમે ટાન્ફેક ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ ક્ષમતાનો ફાયદો ઉઠાવવાનો અને અનુપમ અને ટાન્ફેક વચ્ચેની સિનર્જી દ્વારા મહત્વપૂર્ણ મૂલ્ય સર્જનનો ધ્યેય ધરાવીએ છે.”
આ ટ્રાન્ઝેક્શનના ફાઇનાન્સિય એડવાઇઝર સિંઘી એડવાઇઝર છે. ઓપન ઓફરના મેનેજર તરીકે એડલવાઇઝ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ, લીગલ એડવાઇઝર તરીકે શાર્દુલ અમરચંદ મંગલદાસ એન્ડ કું, એડવોકેટ્સ એન્ડ સોલિસિટર્સે કામ કર્યું હતું.