Western Times News

Gujarati News

અનુભવ સિન્હા આયુષ્માન બાદ રાજકુમાર સાથે કામ કરશે

મુંબઈ, થપ્પડ, આર્ટિકલ ૧૫ ફેમ ફિલ્મમેકર અનુભવ સિન્હાએ ૧૪ ઓક્ટોબરે પોતાના નવા પ્રોજેક્ટ ભીડની જાહેરાત કરી છે. આ એક સોશ્યો પોલિટિકલ ડ્રામા ફિલ્મ હશે જેમાં રાજકુમાર રાવ લીડ રોલમાં જાેવા મળશે. ફિલ્મમેકર અનુભવ સિન્હા ગંભીર અને વાસ્તવિક મુદ્દાઓ પર ફિલ્મ બનાવવા માટે જાણીતાં છે.

મુલ્ક, આર્ટિકલ ૧૫, થપ્પડ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા સિન્હાનું કહેવું છે કે તેઓ ઘણાં સમયથી રાજકુમાર રાવ સાથે કામ કરવા ઇચ્છતા હતા. તેમની ફિલ્મોમાં કોઈ મુદ્દાને પકડીને તે અંગે મેસેજ આપવામાં આવે છે. તેઓ સામાજિક વિષયોને પડદા પર સુંદર રીતે દેખાડવા માટે જાણીતાં છે. અનુભવ સિન્હાએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, ‘ભીડ’ એક એવું શીર્ષક છે, જે આખી ટીમને પસંદ આવ્યું હતું.

મારા માટે ફિલ્મના કલાકારોનું કાસ્ટિંગ ઘણું મહત્વનું હતું અને રાજકુમાર રાવ તેમાંનો એક છે જે પોતાને કોઇપણ વાર્તામાં સરળતાથી ઢાળી શકે છે. તેની સાથે કામ કરવાની ઘણી ઈચ્છા હતી. રાવ સાથે કામ કરવા માટે હું બહુ ઉત્સાહિત છું. નિર્દેશકે જણાવ્યું કે ભૂષણ કુમારની નિર્માણ કંપનીના બેનર હેઠળ ભીડનું નિર્માણ થશે.

તો રાજકુમાર રાવે જણાવ્યું કે, અનુભવ સિન્હા એક વિશિષ્ટ ફિલ્મ નિર્માતા છે અને તે એમની સાથે કામ કરવા માટે બહુ રોમાંચિત છે. રાવ કહે છે, ‘અનુભવ સિન્હા સાથે કામ કરવા બાબતે હું ઘણો ઉત્સાહિત છું. એવા નિર્માતા સાથે કામ કરવું અત્યંત ગર્વની વાત છે. તો, ફિલ્મ લૂડોની સફળતા બાદ ભૂષણ કુમાર સાથે કામ કરવું ઘર વાપસી જેવું છે. રાજકુમાર રાવ છેલ્લે હોરર કોમેડી ફિલ્મ રૂહીમાં જાેવા મળ્યો હતો.

આ ફિલ્મમાં તેની સાથે જાન્હવી કપૂર, વરુણ શર્મા જેવા કલાકારો હતા. જાેકે, આ ફિલ્મને ‘સ્ત્રી’ જેટલી સફળતા મળી ન હતી. રાજકુમાર રાવ પાસે બધાઈ દો, સેકન્ડ ઇનિંગ્સ, ધ લાસ્ટ રેવ, મોનિકા, ઓ માય ડાર્લિંગ, હમ દો હમારે દો સહિતના પ્રોજેક્ટ્‌સ છે જે હવે રિલીઝ થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.