અનુરાગ બાદ હવે પ્રેરણા પણ શો છોડી રહી છે?
પાર્થે પ્રોડક્શન હાઉસ બાલાજી ટેલિફિલ્મ્સને નોટિસ આપી દીધી, તે ૧૦થી ૧૧ સ્પટેમ્બર સુધી જ શોનું શૂટિંગ કરશે
મુંબઇ, સ્ટાર પ્લસનાં સુપરહિટ શો કસૌટી ઝિંદગી કી-૨નાં દર્શકોને એક બાદ એક મોટા ઝાટકા લાગી રહ્યાં છે ગત દિવસોમાં શોનાં લીડ એક્ટર પાર્થ સમથાનનાં શો છોડવાનાં સમાચાર આવ્યાં હતાં. હવે મીડિયા રિપોર્ટ્સની માનીયે તો, આ શોનાં લીડ એક્ટર એરિકા ફર્નાન્ડિઝે પણ શો છોડવાનું મન મનાવી લીધુ છે. પાર્થે પહેલાં જ પ્રોડક્શન હાઉસ બાલાજી ટેલીફિલ્મ્સને નોટિસ આપી દીધી છે. હવે તે ૧૦થી ૧૧ સ્પટેમ્બર સુધી જ શોનું શૂટિંગ કરશે. પાર્થ અને એરિકા, એકતા કપૂરનાં શોમાં અનુરાગ અને પ્રેરણાનાં રોલમાં નજર આવે છે અને તે ઘર ઘરમાં ફેમસ થઇ ગયા છે.
એરિકા પણ શોને અલવિદા કહી શકે છે. મીડિયા રિપોર્ટ જો સાચી રહી તો શો માટે આ ખરાબ સમચાાર છે. કારણ કે બંને એવાં કિરદાર છે જેને રિપ્લેસ કરી ફરી લોકોને શોમાટે બાંધવા અઘરા છે. જ્યારથી પાર્થનાં શો છોડવાની વાત આવી છે ત્યારથી સ્ટોરી લાઇન પ્રેરણા અને મિસ્ટર બજાજની કહાની પર ઢાળી દેવામાં આવ્યું છે. હવે પાર્થ તેનાં અપકમિંગ પ્રોજેક્ટ પર ફોકસ કરવા માંગે છે. તો એરિકા પણ આવા જ કારણોને કારણે શો છોડી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
એરિકાએ લોકડાઉન બાદ તેનાં ઘરથી જ શૂટિંગ શરૂ કરી દીધુ હતું. તે સેટ પર પણ ગઇ હતી. અને હાલનાં દિવસોમાં પરિવારની સાથે તે શિફ્ટ થઇ ગઇ છે. તેનું કહેવું છે કે, તેનાં પિતાને ૪ એટેક આવી ગયા ચે અને તે હાલમાં કોઇ રિસ્ક લઇ શકતી નથી. જોકે અત્યાર સુધી તેને શો છોડવા અંગે કે ન તો પ્રોડ્ક્શન હાઉસ કે ન તો અન્ય કોઇ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરી છે.
લોકડાઉન બાદ ‘કસોટી જિંદગી કી’માં મિસ્ટર બજાજનો રોલ અદા કરનારા કરન સિંહ ગ્રોવરે શોને અલવિદા કહી દીધો હતો અને તેની જગ્યા કરન પટેલે લીધી હતી. હાલમાં પ્રેરણા અને બજાજની સ્ટોરી પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે. તો દર્શકો પણ મિસ્ટર બજાજનાં કિરદારમાં કરન પટેલને પસંદ કરી રહ્યાં છે.SSS