અનુષ્કા અને વિરાટે પુત્રીનું નામ અન્વી રાખ્યું હોવાની ચર્ચા
મુંબઈ: અનુષ્કા શર્માએ એક પુત્રીને જન્મ આપ્યો અને આ સમાચાર વિરાટ કોહલીએ ચાહકો સાથે શેર કર્યા. અનુષ્કા અને વિરાટની પુત્રીની તસવીર જાેવાની સાથે સાથે ચાહકો હવે તેઓની પુત્રીનું નામ શું રાખશે તે જાણવા માટે ઉત્સુક છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કા અને વિરાટ તેમની આ દીકરીનું નામ અન્વી રાખવાનું વિચારી રહ્યા છે.
સૂત્રોના હવાલેથી, માહિતી આપી છે કે હોસ્પિટલના રજિસ્ટરમાં જે નામ નોંધવામાં આવ્યું છે તે અન્વી છે. આ નામ અનુષ્કાનો એએન અને વિરાટમાંથી વીઆઈ સાાથે મિલાવીને અન્વી બનાવવામાં આવ્યું છે. ચાલો આપણે જાણીએ કે આ નામનો અર્થ શું છે. સંસ્કૃતમાં તે ભગવાન લક્ષ્મીનું બીજું નામ છે.
આ સિવાય જંગલની દેવી પણ માનવામાં આવે છે. આ નામ સાથે એવું પણ કહેવામાં આવે છે કે આવા લોકો પ્રકૃતિપ્રેમી હોય છે. જાે કે, વિરાટ કે અનુષ્કામાંથી કોઈએ પણ આ નામ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. વિરાટે તેની ક્યૂટ બેબી વિશેની માહિતી સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી હતી.
તેણે આ ખુશખબર શેર કરી અને લખ્યું, ‘અમને બંનેને કહેતાં આનંદ થાય છે કે આજે બપોરે અમારા અહીંયા એક પુત્રીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને શુભેચ્છાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને અમારી પુત્રી બંને એકદમ સારા છે અને આમારું સૌભાગ્ય એ છે કે અમને જીવનના આ અધ્યાયનો અનુભવ કર્યો. અમે જાણીએ છીએ કે તમે ચોક્કસપણે સમજી શકશો કે આ સમયે આપણને બધાને થોડીક પ્રાઈવસી જરૂર છે.
વિરાટના ભાઈ વિકાસ કોહલીએ તેની ભત્રીજીનું સ્વાગત કરતાં એક પોસ્ટ પોસ્ટ કરી છે જેમાં બેબીના પગ દેખાય છે અને માનવામાં આવે છે કે અનુષ્કાની પુત્રીની આ પહેલી ઝલક છે.આ સાથે તેણે લખ્યું છે કે, ખુશીની લહેર ઘરમાં એન્જલ. લોકો વિરાટ અને અનુષ્કાને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે.
અનુષ્કા શર્માની ડિલીવરી પહેલા જ વિરાટ કોહલી ભારત આવી ગયો હતો. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોહલી ઓસ્ટ્રેલિયાની ટૂર પર હતો.
જાે કે, પહેલા બાળકના જન્મ સમયે પત્ની સાથે રહેવા માટે વિરાટ ક્રિકેટિંગ શિડ્યુલમાંથી બ્રેક લઈને મુંબઈ આવી ગયો હતો. મુંબઈ આવ્યા પછી વિરાટ પત્ની અનુષ્કાનું ખૂબ ધ્યાન રાખતો હતો. છેલ્લા થોડા દિવસોમાં કપલ લગભગ બેવાર ડૉક્ટરના ક્લિનિક પર જાેવા મળ્યા હતા. હાલ કેપ્ટન કોહલી પેટરનિટી લીવ પર છે ત્યારે અનુષ્કા અને દીકરી સાથે ભરપૂર સમય વિતાવશે.