અનુષ્કા, વિરાટ કોહલીએ સાથે જાહેરાતનું શૂટિંગ કર્યું
મુંબઇ, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પાવર કપલ છે અને તેમા શંકાને કોઈ સ્થાન નથી. અનુક્રમે એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રી અને ક્રિકેટ સાથે સંબંધ ધરાવત અનુષ્કા અને વિરાટ દીકરી વામિકાના માતા-પિતા પણ છે, જે હાલમાં જ એક વર્ષની થઈ છે.
બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની વાત આવે ત્યારે તેઓ ઘણીવાર સાથે કામ કરે છે અને અત્યારસુધીમાં ઘણા કોમર્શિયલ પ્રોજેક્ટ કરી ચૂક્યા છે. અનુષ્કા અને વિરાટ ફરીથી નવા પ્રોજેક્ટમાં સાથે કામ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
અનુષ્કા અને વિરાટ તેમની વેનિટી વેન બહાર દેખાયા હતા. ક્યારેય ન જાેવા મળેલા વિરાટ કોહલીના લૂકે બધાનું ધ્યાન ખેંચ્યું છે. તસવીરોમાં વિરાટ કોહલી ક્રિસ્પ વ્હાઈટ શર્ટ, બેઝ કલરના પેન્ટ અને વાદળી કલરની પાઘડીમાં જાેવા મળી રહ્યો છે, તે ફોન પર કોઈની સાથે વાત કરવામાં વ્યસ્ત છે. ન્યૂ લૂકમાં તે હેન્ડસમ લાગી રહ્યો છે. તો અનુષ્કા શર્મા પીચ કલરના એથનિક આઉટફિટમાં પ્રીટિ લાગે છે.
સિક્યુકિટીથી ઘેરાયેલા હોવા છતાં પાપારાઝીએ તેમની ઝલક કેમેરામાં કેદ કરી લીધી હતી. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી વચ્ચે પ્રેમ પણ એક જાહેરાતના શૂટિંગ દરમિયાન જ પાંગર્યો હતો. બંનેએ થોડા વર્ષ ડેટિંગ કર્યું હતું અને ત્યારબાદ પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં લગ્ન કર્યા હતા.
તેઓ લગ્ન કરવાના હોવાની વાત તેમણે છેક સુધી છુપાવીને રાખી હતી. બંનેએ ૨૦૧૭માં લગ્ન કર્યા હતા અને જાન્યુઆરી ૨૦૨૧માં વામિકાના માતા-પિતા બન્યા હતા. કપલે તેમનો ચહેરો મીડિયાથી છુપાવીને રાખ્યો હતો. જાે કે, ગયા મહિને જ્યારે સાઉથ આફ્રિકા સાથે ભારતની મેચ હતી ત્યારે એક સ્પોર્ટ્સ ચેનલના કેમેરામાં તેનો ચહેરો દેખાઈ ગયો હતો. વર્ક ફ્રંટની વાત કરીએ તો, અનુષ્કા શર્મા છેલ્લા ૨૦૧૮માં રિલીઝ થયેલી આનંદ એલ. રાયની ફિલ્મ ‘ઝીરો’માં શાહરૂખ ખાન અને કેટરીના કૈફ સાથે જાેવા મળી હતી.
હાલ તે ભારતીય ક્રિકેટર જુલણ ગોસ્વામીની બાયોપિકની ‘ચકદા એક્સપ્રેસ’ તૈયારી કરી રહી છે. પાત્રને પર્ફેક્ટ રીતે ભજવવા તે મેચની પ્રેક્ટિસ કરી રહી છે. ૨૦૧૮થી અનુષ્કા શર્મા ફિલ્મી પડદાથી દૂર હતી પરંતુ પ્રોડક્શનમાં એક્ટિવ હતી. આ દરમિયાન તેણે વેબ સીરિઝ અને ફિલ્મનું પ્રોડક્શન કર્યું હતું, જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.SSS