અનુષ્કા શર્માએ ચકડા એક્સપ્રેસનું શૂટિંગ શરૂ કર્યું,

મુંબઇ,બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અનુષ્કા શર્મા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ચકડા એક્સપ્રેસને લઈને જબરદસ્ત ચર્ચામાં છે. આટલું જ નહીં અનુષ્કાએ ફિલ્મ ચકડા એક્સપ્રેસનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં અનુષ્કા ભારતીય ફાસ્ટ બોલર ઝુલન દેવીનું પાત્ર ભજવી રહી છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ દ્વારા અનુષ્કા લાંબા સમય બાદ ફિલ્મોમાં કમબેક કરી રહી છે.
તે છેલ્લે વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરોમાં જાેવા મળી હતી. જાે કે તે તેના પ્રોડક્શન હાઉસ હેઠળ ઘણી ફિલ્મો અને શ્રેણીઓનું નિર્માણ કરી રહી હતી.પુત્રીને જન્મ આપ્યા બાદ આ તેની પ્રથમ ફિલ્મ હશે. તે જ સમયે, ચાહકો પણ અનુષ્કાની વાપસી અને તેની ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. કારણ કે આ ફિલ્મ એક ક્રિકેટર પર આધારિત છે તો ક્રિકેટ પ્રેમીઓ માટે આ એક ગિફ્ટ હશે.
અહેવાલો અનુસાર, અનુષ્કા આ ફિલ્મના શૂટિંગ માટે ૩૦ દિવસ માટે યુકેમાં રહેશે.આ ફિલ્મ ઝુલન ગોસ્વામીની પડકારજનક અને પ્રેરણાદાયી સફર દર્શાવે છે. આટલું જ નહીં, જ્યારે અનુષ્કાએ આ ફિલ્મની જાહેરાત કરી હતી ત્યારે તેણે એક નોટ પણ શેર કરી હતી જેમાં લખ્યું હતું, ‘આ ફિલ્મ મારા માટે ખૂબ જ ખાસ છે કારણ કે તે બલિદાનની વાર્તા કહે છે.
છકડા એક્સપ્રેસ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન ઝુલન ગોસ્વામી પર આધારિત છે. જે સમયે ઝુલન ગોસ્વામીએ નક્કી કર્યું હતું કે તે ક્રિકેટર બનીને વિશ્વમાં ભારતને એક અલગ ઓળખ અપાવશે, તે સમયે મહિલાઓ આ રમતમાં ભાગ લેશે તે વિચારવું બહુ મોટી વાત હતી. આમાં તેની સફર અને મહિલા ક્રિકેટ વિશે જણાવવામાં આવશે.HS2KP