અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલીને ઊંચકી લીધો
મુંબઈ: એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી પોપ્યુલર કપલ પૈકીના એક છે. વિરાટ-અનુષ્કા અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતી તસવીરો અને એકબીજા સાથે મસ્તી કરતાં વિડીયો શેપ કરતાં રહે છે. વિરાટ-અનુષ્કાના મસ્તી કરતાં વિડીયો ફેન્સના ચહેરા પર પણ સ્માઈલ લાવી દે છે. ઝીરો ફિલ્મની એક્ટ્રેસ હાલમાં જ પતિ સાથેનો આવો એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયો વિરાટ-અનુષ્કા કોઈ એડ માટે શૂટ કરતા હતા એ વખતનો છે.
જ્યાં સેટ પર વિરુષ્કા મસ્તીના મૂડમાં જાેવા મળી રહ્યા છે. વિરાટની પાછળ ઊભેલી અનુષ્કા પતિને ઊંચકવાની કોશિશ કરી રહી છે. અનુષ્કાએ ઊંચકી લેતા વિરાટ ચોંકી ગયો હતો અને તેના મોંમાંથી ‘ઓ તેરી’ નીકળી ગયું હતું. પહેલા અનુષ્કાને લાગ્યું કે વિરાટે થોડો ઊંચો થઈને મદદ કરી ત્યારે ક્રિકેટર કહે છે કે તું ફરી ઊંચક. એ વખતે અનુષ્કા તેને કહે છે કે તું તારું શરીર ઊંચું ના કરતો. અનુષ્કાએ કોઈપણ પ્રકારની મદદ ન કરવાની વાત કહેતાં વિરાટ માની ગયો.
જે બાદ અનુષ્કા ફરીથી વિરાટને ઊંચકી લેવામાં સફળ થાય છે અને પછી પોતે તાકાતવાન છે તેમ બતાવે છે. અનુષ્કાએ આ વિડીયો શેર કરતાં લખ્યું, “શું મેં કરી બતાવ્યું? જણાવી દઈએ કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ૧૧ જાન્યુઆરીએ જ દીકરીના પેરેન્ટ્સ બન્યા છે. અનુષ્કા અને વિરાટે દીકરીનું નામ વામિકા રાખ્યું છે. વિરાટ ઈન્ડિયન ક્રિકેટ ટીમ સાથે અમદાવાદ અને પૂણે મેચ માટે રોકાયો હતો. ત્યારે અનુષ્કા અને વામિકા પણ તેની સાથે હતા.
ત્યારબાદ ત્રણેય મુંબઈ પરત ફર્યા હતા. મુંબઈ આવ્યા પછી અનુષ્કા શર્માએ એડ માટે શૂટિંગ કર્યું હતું. અનુષ્કા અને વિરાટ પોતાની દીકરીની તસવીરો મીડિયામાં વાયરલ ન થાય તેના માટે ખૂબ કાળજી રાખી રહ્યા છે. થોડા દિવસ પહેલા કપલ એરપોર્ટ દીકરી સાથે જાેવા મળ્યું હતું ત્યારે પણ અનુષ્કાએ કપડાથી વામિકાનો ચહેરો ઢાંકી દીધો હતો. તેઓ દીકરાના જન્મ બાદ મીડિયાના ફોટોગ્રાફર્સને પણ વિનંતી કરી ચૂક્યા છે કે તેમની દીકરીની તસવીરો ક્લિક ના કરે.