અનુષ્કા શર્માએ શેર કરી દીકરીની પહેલી તસવીર
મુંબઈ: ક્રિકેટર વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્મા પોપ્યુલર કપલ્સ પૈકીના એક છે. થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વિરાટ અને અનુષ્કાએ ૨૦૧૭માં લગ્ન કર્યા હતા. ૧૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ વિરાટ-અનુષ્કા દીકરીના માતાપિતા બન્યા હતા. દીકરીના જન્મના ૨૧ દિવસ પછી અનુષ્કા શર્માએ દીકરીની પહેલી તસવીર શેર કરી છે. સાથે જ તેનું નામ પણ જણાવ્યું છે.
સોમવારે સવારે અનુષ્કા શર્માએ એક તસવીર શેર કરી છે જેમાં તે અને વિરાટ દીકરીને પ્રેમથી જાેઈ રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં બેબી ગર્લ લખેલા રંગબેરંગી ફુગ્ગા છે. આ ક્યૂટ ફેમિલી ફોટો શેર કરતાં અનુષ્કા શર્માએ લખ્યું, “અમે અમારું જીવન પ્રેમ, હાજરી અને કૃતજ્ઞતા સાથે જીવ્યા છીએ પરંતુ આ નાનકડી વામિકાએ અમારું જીવન જ બદલી નાખ્યું છે.
આંસુ, હાસ્ય, ચિંતા, આશીર્વાદ- આ લાગણીઓ અમે ઘણીવાર માત્ર મિનિટોમાં જ અનુભવી લઈએ છીએ. ઊંઘ હવે ગાયબ થઈ છે પરંતુ અમારું હૃદય એકદમ ભરેલું છે. તમારી સૌની પ્રાર્થનાઓ, શુભેચ્છાઓ અને સારી ઊર્જા માટે આભાર.”
હાલ પત્ની અને દીકરીથી દૂર વિરાટ કોહલીએ અનુષ્કા શર્માની તસવીર પર કોમેન્ટ કરીને લખ્યું છે, એક ફ્રેમમાં મારી આખી દુનિયા. વિરાટ ઉપરાંત હાર્દિક પંડ્યા, કાજલ અગ્રવાલ, ઈશાન ખટ્ટર, સિદ્ધાંત ચતુર્વેદી વગેરે સેલેબ્સે પણ વામિકા પર પ્રેમ વરસાવ્યો છે.
અનુષ્કા શર્માએ દીકરીની પહેલી તસવીર શેર કરવાની સાથે તેનું નામ વામિકા પાડ્યું છે તે જણાવ્યું છે. વામિકાનો અર્થ થાય છે મા દુર્ગા. ઉલ્લેખનીય છે કે, દીકરીના જન્મના ૧૧ દિવસ બાદ વિરાટ અને અનુષ્કા પહેલીવાર જાહેરમાં જાેવા મળ્યા હતા. વિરાટ અને અનુષ્કા ક્લિનિકની બહાર જાેવા મળ્યા હતા. એ વખતે અનુષ્કાએ ડેનિમ ઓન ડેનિમ આઉટફિટ પહેર્યો હતો જ્યારે વિરાટ બ્લેક કપડામાં જાેવા મળ્યો હતો.
અનુષ્કા અને વિરાટે દીકરીના જન્મ બાદ ફોટોગ્રાફર્સને વિનંતી કરી હતી કે તેઓ તેમની પુત્રીની તસવીરો ક્લિક ના કરે. સાથે જ તેમની પ્રાઈવસીનું સન્માન કરવાની વાત કરી હતી. જણાવી દઈએ કે, દીકરીના જન્મના થોડા દિવસ બાદ વિરાટ પેટરનિટી લીવ પૂરી કરીને ફરીથી મેદાન પર ઉતરવાની તૈયારી કરી રહ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ૫ ફેબ્રુઆરીથી ટેસ્ટ મેચ શરૂ થવાની છે. ત્યારે વિરાટ પોતાની ટીમ સાથે ચેન્નાઈ પહોંચી ગયો છે. તો આ તરફ અનુષ્કા મુંબઈમાં દીકરી સાથે સમય વિતાવી રહી છે.