અનુષ્કા શર્માને નણંદ ભાવનાએ સુંદર ભેટ આપી
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. ડેઈલી લાઈફની અપડેટ અનુષ્કા શર્મા ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આપતી રહે છે. હાલમાં જ અનુષ્કાએ પોતાની નણંદે આપેલી ગિફ્ટ બતાવી હતી.
વિરાટ કોહલીની બહેન ભાવના કોહલી ઢીંગરાની ગિફ્ટ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરીને અનુષ્કા શર્માએ તેમનો આભાર માન્યો હતો. અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ગ્રીન અને વ્હાઈટ ટ્રેડિશનલ ઈયરિંગ્સની તસવીર શેર કરી છે.
તસવીર શેર કરતાં તેણે લખ્યું, આ ખૂબ સુંદર છે ભાવના કોહલી ઢીંગરા. સાથે જ અનુષ્કાએ નણંદના નવા બિઝનેસને પ્રોત્સાહન આપ્યું છે. ભાવનાએ પણ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અનુષ્કાની સ્ટોરી શેર કરીને તેને અઢળક પ્રેમ તેમ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે વિરાટ અને અનુષ્કાની દીકરી વામિકાનો જન્મ થયો એ વખતે ભાવના ચર્ચામાં આવી હતી.
ભાવનાએ ઈન્સ્ટાગ્રામ પર ‘આક્સ મી’ સેશન રાખ્યું હતું. જેમાં ફેન્સના સવાલ પૂછવા પર તેણે વામિકા વિશે જણાવ્યું હતું. એક ફેને પૂછ્યું હતું કે, ‘તમે વામિકાને મળ્યા છો? તે કોના જેવી લાગે છે? અનુષ્કા કે વિરાટ?’ જવાબમાં ભાવનાએ કહ્યું હતું, હા અમે મળ્યા છીએ અને તે પરી જેવી છે.” બાદમાં તેમણે વામિકાની પ્રાઈવસીનું માન જાળવવાની પણ અપીલ કરી હતી.
દરમિયાન, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ દીકરીનો ચહેરો ન બતાવવાનો ર્નિણય કર્યો છે. ત્યારે તેઓ ઘણીવાર તેનો ચહેરો ન દેખાય તેવી તેની રમતી તસવીરો શેર કરતાં રહે છે. એરપોર્ટ પર પણ વિરાટ અને અનુષ્કા આવ-જા કરે ત્યારે વામિકાનો ચહેરો ના દેખાય તેની પૂરતી સાવધાની રાખે છે.
વર્કફ્રંટની વાત કરીએ તો, અનુષ્કા શર્મા છેલ્લે ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘ઝીરો’માં શાહરૂખ ખાન અને કેટરિના કૈફ સાથે જાેવા મળી હતી. ત્યારબાદ તેણે કોઈ નવા પ્રોજેક્ટની જાહેરાત કરી નથી. જાેકે, અનુષ્કા શર્મા પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ ફિલ્મો અને વેબ સીરીઝ બનાવી રહી છે.SSS