અનુષ્કા શર્મા અને વિરાટે લંડનમાં લંચ ડેટ માણી
મુંબઈ, અનુષ્કા શર્મા છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી પતિ વિરાટ કોહલી અને દીકરી વામિકા સાથે લંડનમાં છે. એક્ટ્રેસ તેના ક્રિકેટર પતિને ત્યાં ટૂરમાં કંપની આપી રહી છે તેમજ ટ્રિપ દરમિયાન પસાર કરી રહેલી સુંદર ક્ષણોને કેમેરામાં કંડારી ફેન્સ સાથે શેર પણ કરી રહી છે. હાલમાં ભારતીય ક્રિકેટ ટીમે આઈકોનિક લોર્ડ્સ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે જીત મળવી હતી. જીતના થોડા દિવસ બાદ અનુષ્કા અને વિરાટ ત્યાંની રેસ્ટોરન્ટમાં જાેવા મળ્યા હતા. પાવર કપલ લંચ ડેટ માટે બહાર ગયા હતા અને ઈન્ટરનેટ પર તેમના આઉટિંગની તસવીર વાયરલ થઈ હતી. લંચ ડેટ માટે, અનુશ્કા શર્માએ ઊનનું ગૂંથેલું સફેદ ટોપ અને ડેનિમ પહેર્યું હતું તો વિરાટ કોહલી પીચ ટી-શર્ટ અને ડેનિમમાં જાેવા મળ્યો હતો. કપલે સફેદ કલરના સ્નીકર્સમાં ટિ્વનિંગ કર્યું હતું. તેમણે રેસ્ટોરન્ટના શેફ સાથે પોઝ પણ આપ્યો હતો.
અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રેસ્ટોરન્ટમાં માણેલા ફૂડની ઝલક પણ દેખાડી હતી. જેની સાથે તેણે લખ્યું હતું ‘બેસ્ટ વેજિટેરિયન/વીગન ફૂડ એવર! લંડનમાં જ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ દીકરા વામિકા છ મહિનાની થતાં સેલિબ્રેશન કર્યું હતું. સાદગીથી થયેલા સેલિબ્રેશની તસવીરો શેર કરીને એક્ટ્રેસે લખ્યું હતું કે, ‘તેનું એક સ્મિત અમારી આસપાસની દુનિયા બદલી નાખે છે. આશા છે કે અમે બંને તે પ્રેમ પર ખરા ઉતરીશું જેની સાથે તું અમને બંનેને જુએ છે.
અમારી નાનકડી આપણને ત્રણેયને ૬ મહિના મુબારક. ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આ વર્ષના જાન્યુઆરી મહિનામાં માતા-પિતા બન્યા હતા. અન્ય સેલિબ્રિટીથી વિપરીત, કપલ સોશિયલ મીડિયા પર દીકરીની તસવીરો શેર કરવાનું ટાળી રહ્યા છે. આ પાછળનું કારણ જણાવતા અગાઉ વિરાટ કોહલીએ ખુલાસો કર્યો હતો કે ‘કપલ તરીકે અમે અમારી દીકરીને સોશિયલ મીડિયા શું છે તે સમજ ન પડે ત્યાં સુધી તેને તેનાથી દૂર રાખવાનું નક્કી કર્યું છે’. વર્ક ફ્રંટની વાત કરીએ તો, અનુષ્કા શર્મા છેલ્લે આનંદ એલ. રાયની ફિલ્મ ‘ઝીરો’માં જાેવા મળી હતી. જેમાં તેની સાથે કેટરીના કૈફ અને શાહરુખ ખાન પણ હાત. ફિલ્મ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી અને ત્યારબાદથી એક્ટ્રેસે કોઈ પ્રોજેક્ટની જાહેરાત કરી નથી.SSS