અનુષ્કા શર્મા ત્રણ મહિના બાદ મુંબઈ પાછી આવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Anushka-1-1024x576.jpg)
મુંબઈ, ત્રણ મહિનાથી વધુ સમય પતિ વિરાટ કોહલી સાથે યુકેમાં વિતાવ્યા બાદ અનુષ્કા શર્મા થોડા દિવસ પહેલા જ દીકરી વામિકાને લઈને મુંબઈ પાછી આવી છે. ગત અઠવાડિયે ભારત પાછા આવ્યા બાદ હવે અનુષ્કાએ કામ પણ શરૂ કરી દીધું છે. મુંબઈ આવીને અનુષ્કા શર્મા પોતાના પ્રોફેશનલ કમિટમેન્ટ્સ પૂરા કરી રહી છે. મુંબઈ આવ્યા બાદ અનુષ્કાએ બેક ટુ બેક શૂટિંગ શરૂ કર્યા છે.
શનિવાર બાદ એક્ટ્રેસ સોમવારે પણ સેટ પર જાેવા મળી હતી. અનુષ્કા શર્મા હાલમાં જ મુંબઈમાં શૂટિંગ લોકેશન પર જાેવા મળી હતી. અનુષ્કા બ્લેક ક્રોપ ટોપ અને રિપ્ડ જીન્સમાં જાેવા મળી હતી.
અનુષ્કા શર્મા લંડનમાં હતી એ વખતે તેણે વાળ કપાવ્યા હતા. ત્યારે આ લૂકમાં અનુષ્કા શર્મા ખૂબ સુંદર લાગી રહી છે. જણાવી દઈએ કે, ત્રણ મહિના લંડનમાં રહ્યા પછી અનુષ્કા શર્મા પતિ વિરાટ સાથે દુબઈ પહોંચી હતી. જાેકે, વિરાટ આઈપીએલની મેચ માટે ત્યાં જ રોકાયો છે જ્યારે અનુષ્કા શર્મા દીકરી સાથે મુંબઈ પાછી આવી ગઈ છે.
ભારત આવીને અનુષ્કા કામે વળગી છે. વર્કફ્રંટની વાત કરીએ તો, અનુષ્કા શર્મા છેલ્લે ફિલ્મ ઝીરોમાં જાેવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ અને કેટરિના કૈફ હતા. અનુષ્કાએ હજી સુધી આગામી ફિલ્મની જાહેરાત નથી કરી. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પેરેન્ટ્સ બન્યા હતા.
તેમની દીકરી વામિકા ૬ મહિનાની થતાં કપલે યુકેમાં જ સેલિબ્રેશન કર્યું હતું. અનુષ્કા શર્માએ દીકરાના ૬ મહિનાના સેલિબ્રેશનની કેટલીક ઝલક શેર કરતાં ખાસ નોટ લખી હતી. એક્ટ્રેસે લખ્યું હતું, તેની એક સ્માઈલ અમારી આખી દુનિયા પલટી નાખે છે.
આશા છે કે, અમે કાયમ આ પ્રેમને જાળવી શકીએ. આપણને ત્રણેયને ૬ મહિનાની શુભકામના. અનુષ્કા અને વિરાટે તેમની દીકરીને મીડિયાથી દૂર રાખવાનો ર્નિણય કર્યો છે. દીકરીના જન્મ બાદ અનુષ્કા શર્મા અને વિરાટે ફોટોગ્રાફર્સને વિનંતી કરી હતી કે, તેઓ વામિકાની તસવીરો ક્લિક ના કરે.
અનુષ્કા અને વિરાટે નક્કી કર્યું છે કે, જ્યાં સુધી વામિકા સમજણી નહીં થાય અને પોતે સોશિયલ મીડિયા પર આવવા તૈયાર ન થાય ત્યાં સુધી તેને ચહેરો દુનિયાને નહીં બતાવે. ઉલ્લેખનીય છે કે, અનુષ્કા અને વિરાટે ૨૦૧૭માં લગ્ન કર્યા હતા અને ૨૦૨૧માં દીકરીનો જન્મ થયો છે.SSS