અનુષ્કા શર્મા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતો વિરાટ કોહલી
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના પ્રથમ સંતાનનો જન્મ જાન્યુઆરી મહિનામાં થશે. અનુષ્કાની ડ્યૂટ ડેટ નજીક છે ત્યારે વિરાટ કોહલી ક્રિકેટિંગ શિડ્યુલમાંથી બ્રેક લઈને મુંબઈ આવી ગયો છે. વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે.
હાલમાં જ વિરાટ અને અનુષ્કા પોતાના ઘરની બાલકનીમાં બ્રેકફાસ્ટ કરતા પાપારાઝીના કેમેરામાં કેદ થયા છે. બ્રેકફાસ્ટની સાથે કપલ સવારનો સમય એકબીજાની કંપનીમાં વિતાવતા જાેવા મળ્યા હતા. થોડા દિવસ પહેલા જ વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાથી પેટરનિટી લીવ લઈને પરત આવ્યો છે.
જેથી તે બાળકના જન્મની સુંદર ક્ષણને માણી શકે. તસવીરોમાં જાેઈ શકો છો કે વિરાટ અને અનુષ્કા બંને વ્હાઈટ કપડાંમાં ટિ્વનિંગ કરતાં જાેવા મળે છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જાણીતા સેલિબ્રિટીઝ છે ત્યારે હાલમાં જ એક્ટ્રેસે કહ્યું હતું કે, તેઓ પોતાના બાળકને લોકોની નજરોથી દૂર રાખીને ઉછેરવા માગે છે.
સોશિયલ મીડિયાના જમાનામાં સેલિબ્રિટીઝની દરેક હિલચાલ પર લોકોની નજર હોય છે ત્યારે ‘વિરુષ્કા’ પોતાના બાળકને આ બધાથી દૂર રાખીને ઉછરેવા માગે છે. અનુષ્કા અને વિરાટે પોતાના બાળક માટે એનિમલ થીમની નર્સરી પણ તૈયાર કરી છે. અનુષ્કાએ હાલમાં જ એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,
હું અને વિરાટ બંને એનિમલ લવર્સ છીએ ત્યારે હું ઈચ્છું છું કે અમારા બાળકમાં પણ આ ગુણ આવે અને તે પ્રાણીઓ સાથે બોન્ડિંગ અનુભવે. આ અમારા જીવનનો મોટો હિસ્સો છે અને અમે માનીએ છીએ કે બાળકો આમાંથી ઘણું શીખી શકે છે. મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયાથી આવ્યા પછી વિરાટ સતત અનુષ્કાનું ધ્યાન રાખી રહ્યો છે.
અનુષ્કાનો નવમો મહિનો ચાલી રહ્યો છે ત્યારે થોડા દિવસ પહેલા જ પતિ-પત્ની એક ક્લિનિકની બહાર જાેવા મળ્યા હતા. પ્રેગ્નેન્સીમાં પણ અનુષ્કા શર્માએ કામ ચાલુ રાખ્યું હતું.
ન્યૂ નોર્મલની વચ્ચે અનુષ્કાએ કેટલીક એડવર્ટાઈઝમેન્ટનું શૂટિંગ કર્યું હતું. વર્કફ્રંટની વાત કરીએ તો, અનુષ્કા શર્મા છેલ્લે શાહરૂખ અને કેટરિના સાથે ફિલ્મ ‘ઝીરો’માં જાેવા મળી હતી. જાે કે, અનુષ્કા બાળકના જન્મ પછી ફરીથી કામ શરૂ કરવા માટે ઉત્સુક છે.
અનુષ્કાએ બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, “હું મારા બાળકને જન્મ આપું પછી શૂટિંગ પર પરત ફરીશ. સાથે જ ઘરે એક સિસ્ટમ બનાવીશ જેથી હું મારા બાળક, ઘર અને કામ વચ્ચે સંતુલન જાળવી શકું. હું જીવું ત્યાં સુધી કામ કરવા માગુ છું કારણકે એક્ટિંગ મને ખૂબ ખુશ કરે છે.