અનુસૂચિત જાતિ માટે કરેલા ઐતિહાસિક હિતકારી નિર્ણયો બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ઋણ સ્વીકાર કરાયો
મોડાસા,આજરોજ સ્વર્ણિમ સંકુલ ખાતે , પોતાના 200 દિવસના કાર્યકાળ દરમ્યાન સમગ્ર અનુસૂચિત જાતિ માટે કરેલા ઐતિહાસિક હિતકારી નિર્ણયો બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલનો ઋણ સ્વીકાર કાર્યક્રમ મોરચા દ્વારા યોજાયો હતો.
જેમાં અનુ.જાતિ મોરચા ના રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદ ડો ભોળાસિંહજી તથા રાષ્ટ્રીય મહામંત્રી અને મહંત શ્રી શંભુનાથ ટૂંડિયા સાહેબ ,મોરચા ના પ્રદેશ પ્રભારી શ્રી સુરેશજી કેરોજી , પ્રદેશ મહામંત્રી શ્રી વિક્રમભાઈ તથા ગૌતમભાઈ , જિલ્લા પ્રભારી શ્રી ઓ જિલ્લા પ્રમુખ ધારાસભ્ય,પ્રદેશ પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ એ હાજરી આપી હતી .