અનુ મલિક ફરી ઈન્ડિયન આઈડલના મંચ પર આવશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/anu-malik-scaled.jpg)
મુંબઈ: મ્યૂઝિક કમ્પોઝર અનુ મલિક ફરી એકવાર સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલના સેટ પર જાેવા મળશે. અનુ મલિક લાંબા સમય બાદ ઈન્ડિયન આઈડલમાં પાછા તો આવશે પરંતુ તેઓ જજની ભૂમિકામાં નહીં હોય. આ વખતે અનુ મલિક ગેસ્ટ બનીને શોના સેટ પર આવવાના છે. ઈન્ડિયન આઈડલના ‘૯૦ના દશકાના સ્પેશિયલ વીકએન્ડ’ એપિસોડમાં અનુ મલિક ગીતકાર સમીર અને બોલિવુડ સિંગર ઉદિત નારાયણ સાથે જાેવા મળશે. ટીવીએ અનુ મલિક સાથે વાત કરીને આ વાતની પુષ્ટિ પણ કરી હતી. અનુ મલિકે કહ્યું, ‘હું ઘણા વર્ષો સુધી આ શોનો ભાગ રહ્યો છું. માટે ૯૦ સ્પેશિયલ એપિસોડમાં આવવું મારા માટે ઘરે આવવા સમાન હશે.
મને લાગે છે કે આ સીઝનમાં જે ટેલેન્ટ આવ્યું છે તે અત્યાર સુધીની તમામ સીઝનમાંથી શ્રેષ્ઠ છે. તેમણે મારા બધા જ પોપ્યુલર ગીતો ગાયા હતા. હું જે શોને જજ કરતો હતો ફરી તેનો ભાગ બનીને મને ખૂબ આનંદ થયો છે. અનુ મલિકને પૂછ્યું કે શું તેઓ શોને જજ કરવાનું મિસ કરી રહ્યા છે? એક દિવસ જજ તરીકે શોમાં પાછા ફરવાની અપેક્ષા ખરી? ત્યારે તેમણે જવાબ આપતાં કહ્યું,
“હું ભવિષ્ય વિશે વિચારતો નથી. મેકર્સે મને ઘણી સીઝન સુધી શો જજ કરવા દેવાની તક આપી છે. ત્યારે હાલ તો હું ગેસ્ટ બનીને જ ખુશ છું. અનુ મલિકે ઈન્ડિયન આઈડલની પહેલી સીઝન જજ કરી હતી અને ત્યારબાદ તેઓ ઘણી સીઝન સુધી આ શોના જજ રહ્યા હતા. જાે કે, સીઝન ૧૦માં અનુ મલિકને બદલે જાવેદ અલીને સ્થાન અપાયું હતું. અનુ મલિક સામે જાતીય સતામણીના આરોપ લાગ્યા બાદ તેમને બદલે જાવેદ અલીને જજ બનાવાયા હતા. એક વર્ષ બાદ ૨૦૧૯માં અનુ મલિક ફરી ઈન્ડિયન આઈડલની ૧૧મી સીઝનમાં જજની ખુરશી પર જાેવા મળ્યા હતા. પરંતુ સિંગર સોના મોહાપાત્રા, નેહા ભસીન અને શ્વેતા પંડિતે અનુની વિરુદ્ધમાં ટિ્વટ કરતાં જજની ખુરશી છોડી હતી.