Western Times News

Gujarati News

અનેક અમીર પ્રાઈવેટ જેટ બુક કરી વિદેશ જવા લાગ્યા

Files Photo

નવી દિલ્લી: કોરોના સંક્રમણની વધતી સ્પીડથી દેશની હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને દવાઓની અછતના સમાચાર આવી રહ્યા છે. એવામાં દેશના અનેક અમીર લોકોએ વિદેશ તરફ જવાનું શરૂ કરી દીધું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે દિલ્લીની એક પ્રાઈવેટ જેટ ફર્મ ક્લબ વન એરના સીઈઓ રાજન મેહરાએ જણાવ્યું કે માત્ર અલ્ટ્રા-રિચ જ આ શ્રેણીમાં નથી. પરંતુ જે લોકો પ્રાઈવેટ જેટના પૈસા ચૂકવી શકે છે તે પણ ટિકિટ બુક કરાવી રહ્યા છે. કોરોના વાયરસના વધતા પ્રકોપની વચ્ચે અનેક બોલીવુડ સિતારાઓ પણ વિદેશ પહોંચી ચૂક્યા છે. અનેક હસ્તીઓને માલદીવમાં જાેવામાં આવ્યા છે.

પૈસાદાર ભારતીયોના વિદેશગમનના ધસારાના કારણે અનેક દેશોએ અલગ-અલગ પ્રકારની રોક લગાવી દીધી છે. આ દેશ દક્ષિણ એશિયાઈ દેશોમાંથી આવનારા મુસાફરો માટે પ્રતિબંધ લગાવી રહ્યા છે. બ્રિટન, કેનેડા, સંયુક્ત આરબ અમીરાત અને હોંગકોંગ જેવા દેશોએ પ્રતિબંધ મૂક્યો છે. અને કેટલાંક દેશો હજુ આવા પગલાંની જાહેરાત કરે તેવી શક્યતા છે.

માલદીવે મંગળવારથી ભારતીયોના આખા દેશમાં ફરવા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. માત્ર કેટલાંક રિસોર્ટને છોડીને. તેના કારણે છેલ્લા સમયે આ રિસોર્ટમાં જવા માટે ભારે ધસારો જાેવા મળ્યો. રાજન મહેરા જણાવે છે કે એટલું જ નહીં દુબઈ અને લંડનમાં પણ પ્રતિબંધોની જાહેરાત થતાં પહેલાં મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચતા જાેવા મળ્યા. મેહરા

આ પહેલાં ભારતમાં કતાર એરવેઝના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. રાજન મહેરાએ જણાવ્યું કે દિલ્લીથી દુબઈની એક બાજુની ટિકિટ લગભગ ૧૫ લાખ રૂપિયાની છે. તેમાં ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને અન્ય ટેક્સનો સમાવેશ થાય છે. પ્રાઈવેટ જેટવાળા વિદેશથી ખાલી આવવાની રિટર્ન ટિકિટનો ચાર્જ પણ વસૂલે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.