અનેક રાજયોમાં વેકસીનેશન સેન્ટર બંધ રહેતા રસી લગાવનારા લોકો નિરાશ

Files Photo
અનેક રાજયોમાં વેકસીનેશન અટકયું
નવીદિલ્હી, દેશમાં કોરોના મહામારીની બીજી લહેરની ગતિ હવે ધીમી થવા લાગી છે અને કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા માટે દેશમાં તેજીથી રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વેકસીનની કમી એકવાર ફરી રસીકરણ અભિયાન પર ગ્રહણ બનતુ નજરે પડી રહ્યું છે
દિલ્હી મહારાષ્ટ્ર રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજયોએ વેકસીનનો સ્ટોક ખતમ થવાની ફરિયાદ કરી છે મહારાષ્ટ્ર સહિત અનેક રાજયોમાં વેકસીનેશન સેન્ટર બંધ રહેતા રસી લગાવનારા લોકો નિરાશ થઇ ઘરે પાછા ફરી રહ્યાં છે.આવામાં ગંભીર સવાલ એ ઉઠે છે કે શું કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા ટળી જશે.