અનેક વ્યક્તિઓની જાસુસી મુદ્દે ઉત્તરાચલ કોંગ્રેસના ધરણા
દહેરાદુન: પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના સ્ટાફ,સુપ્રીમના ન્યાયમૂર્તિઓ ચુંટણી કમિશ્નર સહિત અનેક વ્યક્તિઓની જાસુસી કરાવવાનો આરોપ લગાવતા કેન્દ્ર સરકારની વિરૂધ્ધ પ્રદર્શન કર્યા હતાં.
વિરોધ સ્વરૂપે કોંગ્રેસીઓએ રાજભવન કુચ કરી હતી જાે કે પોલીસે બેરિકેટિંગ લગાવી તેમને રોકી દીધા હતાં જેથી કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેન્દ્ર સરકારની વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરતા માર્ગ પર જ ધરણા શરૂ કરી દીધી હતી પોલીસે પાર્ટીના પદાધિકારીઓ સહિત લગભગ ૪૦ કોંગ્રેસીઓની ધરપકડ કરી હતી પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી જાે કે બાદમાં તેમને મુકત કરવામાં આવ્યા હતાં જાે કે આમ છતાં તેમણે પોલીસ લાઇન મેદાનમાં જ સાંકેતિક ધરણા પ્રદર્શન કર્યા હતાં.
આ પહેલા આજે સવારે ૧૧ વાગે દિલારામ ચોક પર એકત્રિત થઇ પ્રદેશ અધ્યક્ષ પ્રીતમ સિંહના નેતૃત્વવામાં કાર્યકર્તાઓએ રાજભવન કુચ કરી હતી પોલસે તેમને રોકતા કાર્યકરોએ હાથીબડકલામાં માર્ગ પર ધરણા શરૂ કર્યા હતાં અહીં કાર્યકર્તાઓને સંબોધન કરતા પ્રીતમ સિંહે કહ્યું કે દેશના વિવિધ વ્યક્તિઓની જાસુસી કરાવાઇ રહી છે આ મામલો લોકતંત્રના સિધ્ધાતોની વિરૂધ્ધ છે.