અને આખરે ફ્રુટ વેચનારી મહિલાની મદદે આવ્યા હનુમાનજી

સોશિયલ મિડીયા પર હાલમાં એક વિડીયો ટ્રેન્ડીંગ થઈ રહ્યો છે જેને શેર કર્યો છે, અવનીશ શરણે જે એક આઈએએસ અધિકારી છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે એક મહિલા માથે ફળોનું વજનદાર બાસ્કેટ લઈને જઈ રહી છે અને ચાલતાં ચાલતાં તેના માથા પરથી બાસ્કેટ પડી જાય છે અને બધા ફ્રુટ નીચે પડી જાય છે. (જૂઓ વિડીયો)
Helping Hands.❤️ pic.twitter.com/0VcKe1s9fl
— Awanish Sharan (@AwanishSharan) May 3, 2022
રસ્તા પર પડી ગયેલા ફ્રુટ તેને પાછા બાસ્કેટમાં ભરવા માટે કોઈ મદદે આવતું નથી પરંતુ સાયકલ પર જતાં એક બહુરૂપી હનુમાનજીને દયા આવે છે, તે વ્યક્તિ સાયકલ સાઈડમાં પાર્ક કરે છે અને હાથમાં રાખેલી ગદા નીચે મુકી દે છે, અને તે મહિલાને ફ્રુટ બાસ્કેટમાં ભરવામાં મદદ કરે છે. સોશિયલ મિડીયા પર વાયરલ થયેલા આ વિડીયોને લગભગ 35000થી વધુ વ્યુઝ મળી ચુક્યા છે.
બધા ફ્રુટ ભરાઈ ગયા બાદ મહિલા પણ હનુમાનજીને બે હાથ જોડીને આભાર માને છે અને તેના બાસ્કેટમાંથી એક કેરી આપે છે પરંતુ તે વ્યક્તિ ફ્રુટ લેવાની ના પાડે છે. આખરે મહિલાની વારંવાર આપવાની ઈચ્છા જોઈને તે વ્યક્તિ કેરી લે છે.