અનોખી રીતે ઉજવ્યો જન્મદિવસ, ૧૫૨ વ્યક્તિઓની આંખોની તપાસ કરાવી

સામાજિક ટ્રસ્ટ. સામાજિક કાર્યકરના જન્મદિને ડુગરવાડામાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો
(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા) મોડાસાના ડુંગરવાળા મુકામે જલારામ સેવા ટ્રસ્ટ મેઘરજ સાથે સામાજિક કાર્યકર નિલેશ જાેશી ના જન્મદિન નિમિત્તે સરાહનીય કાર્ય કરવામાં આવી જેમાં શરીર જરુરીયાત મંદ ની વ્યક્તિઓને નેત્ર નિદાન . સાથે મોતિયાનું ઓપરેશન દૂર અને નજીકના ચશ્મા વિતરણ કરવામાં આવ્યું.
જેમાં ૧૫૨ દર્દીઓએ પોતાની આંખોની તપાસ કરાવી હતી જેમાં દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે ની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સ્કૂલના બાળકો જાેડે સેવા વિશે ની વાત કરવામાં આવી . નિલેશ જાેશીએ જણાવ્યું હતું કે જન્મદિન કે વ્યક્તિના કોઈ પણ સારા કાર્યક્રમમાં આવું સેવાભાવ જાેડવામાં આવે તો લોકોને મદદરૂપ થઇ શકાય છે.
આ કાર્યક્રમમાં સર્વ શિક્ષા અભિયાન ના અમિત. ધર્મેન્દ્ર સિંહ રાઠોડ કિરણ પુજારા સરપંચ ગીતાબેન ભરવાડ મહેન્દ્ર ભરવાડ શાળાના આચાર્ય જલારામ ટ્રસ્ટ ના બી.પી.બામણીયા હાજર રહ્યા હતા.