અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા “ શ્રમજીવી ભોજન સેન્ટર ” ખુલ્લું મુકાયું -:- શ્રમિકોનું ફક્ત રૂ.૨ માં પેટ ભરશે
ભિલોડા: ઉત્તર ગુજરાતમાં મોડાસા શહેર આરોગ્યલક્ષી નગરી તરીકે જાણીતું છે મોડાસામાં આવેલી સાર્વજનિક અને ખાનગી હોસ્પિટલમાં અરવલ્લી,સાબરકાંઠા,મહીસાગર,ખેડા સહીત રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે.અન્નપૂર્ણા ટ્રસ્ટ બહાર ગામથી આવતા જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓ માટે ગરમા ગરમ શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે માટે શહેરના અલગ-અલગ વિસ્તારમાં સબ સેન્ટર કાર્યરત છે
જેમાં ફક્ત રૂ.૨ માં દર્દી અને તેની સાથે રહેલા લોકો માટે ભોજનમાં દાળ ભાત રોટલી શાક જેવો પૌષ્ટિક આહાર આપવામાં આવે છે.ત્યારે મંગળવારે અન્નપૂર્ણા ટ્રસ્ટ શ્રમિકોને વ્હારે આવતા મોડાસા શહેરમાં ચાર રસ્તા મોટી સંખ્યામાં મજૂરી અર્થે આવતા શ્રમિકો માટે ચાર રસ્તા ટાઉનહોલ નજીક શ્રમજીવી ભોજન યોજના શરુ કરી છે જેમાં ફક્ત રૂ.૨ માં ભાખરી-શાકના ભોજનની સુવિધા શ્રમિકોને પુરી પાડવામાં આવશે અન્નપૂર્ણા ટ્રસ્ટના સતત સેવાભાવી કાર્યોની નગરજનોએ સરાહના કરી હતી.