અન્નુ રાનીએ ભાલા ફેંકમાં ભારતને અપાવ્યો ૧૫મો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સમાં પારુલ ચૌધરી બાદ અન્નુ રાનીએ પણ ઈતિહાસ રચ્યો છે. અન્નુએ એશિયાડની મહિલાઓની ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો છે. અન્નુએ ચોથા પ્રયાસમાં સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ૬૨.૯૨ મીટર ભાલો ફેંક્યો હતો. Annu Rani won India’s 15th gold medal in javelin throw
શ્રીલંકાની નદીશા દિલહાને સિલ્વર મેડલ જીત્યો હતામ્ પારુલ ચૌધરીએ ભારતને આજના દિવસે પહેલો ગોલ્ડ અપાવ્યો હતો. મહિલાઓની ૫૦૦૦ મીટર દોડમાં આ કારનામું કર્યું હતું. એ પછી અન્નુ રાનીએ ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો. ભારતે આજના દિવસમાં કુલ આઠ મેડલ જીત્યા છે.
અર્જુન સિંહ અને સુનિલ સિંહ સલામે પુરુષોની ૧૦૦૦ મીટર કેનો ડબલમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ખાતું ખોલ્યું. પ્રીતિએ બોક્સિંગમાં બ્રોન્ઝના રૂપમાં દિવસનો બીજાે મેડલ જીત્યો હતો.
વિદ્યા રામરાજે ૪૦૦ મીટર હર્ડલ રેસમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ સિવાય કબડ્ડી ટીમે બાંગ્લાદેશને હરાવીને પોતાના અભિયાનની શરૂઆત કરી હતી, જ્યારે તીરંદાજીમાં જ્યોતિ અને અદિતિએ સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.