Western Times News

Gujarati News

અન્નૂ કપૂર રાત્રે પહેલી પત્ની જોડે અંતાક્ષરી રમવા જતા

મુંબઈ, બોલીવુડના મશહૂર એક્ટર, હૉસ્ટ અને સિંગર અન્નૂ કપૂર ભલે ફિલ્મમાં લીડ રોલમાં નથી દેખાયા પણ તેમનો કોઈ પણ રોલ ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દે છે. ફિલ્મ તેજાબમાં અનીલ કપુર સાથે, ઘાયલમાં સન્ની દેઓલ સાથે અન્નુ કપુરે યાદગાર અભિનય કર્યો હતો.

આ ઉપરાંત અમિતાભ બચ્ચનની હમ ફિલ્મમાં તે વિલનના રોલમાં દેખાયા હતા. તો હમણાંની ફિલ્મોની વાત કરીએતો, ફિલ્મ જાેલી એલએલબીમાં અક્ષયકુમાર સાથે જ્યારે ફિલ્મ ડ્રિમ ગર્લમાં આયુષ્માન ખુરાના સાથે અન્નુ કપૂર જાેવા મળ્યાં હતાં. તેમના શાનદાર અભિનયને લોકો ખુબ પસંદ કરે છે. જાેકે, ટીવી શોની વાત કરવામાં આવે તો અન્નુ કપૂરનો અંતાક્ષરી શો ખુબ જ સુપરડુપર હિટ રહ્યો હતો.

આ ઉપરાંત અન્નૂ કપૂરનો શો સુહાના સફર ઘણો ફેમસ શો હતો. જેમાં તેઓ ફિલ્મી સિતારાઓની જાણી-અજાણી વાતોની કહાનીઓ કહેતા હતા. જાેકે, અન્નૂ કપૂરની લવ સ્ટોરી કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. તેમના લગ્નજીવનમાં ઘણા બધા ટ્‌વીસ્ટ આવ્યા.

અન્નૂની પહેલી પત્ની અનુપમા સાથે પહેલા તેમને તલાક લીધા અને થોડા વર્ષો પછી ફરી તેમની સાથે જ બીજા લગ્ન કર્યા. અનુપમા અમેરિકામાં રહેતા અને અન્નૂથી ૧૩ વર્ષ નાના હતા. લગભગ ૧૭ વર્ષ સાથે રહ્યા બાદ અન્નૂ અને અનુપમાના છુટાછેડા થયા હતા. પછી એક મ્યૂઝિકલ સો દરમિયાન અન્નૂ કપૂરની મુલાકાત અરુણિતા સાથે થઈ. બંને વચ્ચે નિકટતા વધવા લાગી. પછી આ કપલે લગ્ન કરી લીધા.

બંનેને એક પુત્રી પણ થઈ. તે દરમિયાન અન્નૂ કપૂરને કોઈ અન્ય સાથે અફેયર થયું. તે દરમિયાન અન્નૂ કોઈ પણ બહાનું કરીને બેડરૂમમાંથી બહાર નીકળી જતાં હતા. અરુણિતાએ એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. અરુણિતાને પછી ખબર પડી હતી કે અન્નૂનું જેની સાથે અફયેર હતું તે બીજુ કોઈ નહીં પણ તેમની પહેલી પત્ની અનુપમા હતી.

અન્નૂએ અરુણિતાને પૈસા આપવાનું પણ બંધ કરી દીધું હતું. તે બંને હોટેલમાં જાેડે રોકાતા હતા. આ વાતની જાણ થતાં અરુણિતાએ અન્નૂ કપૂર સાથે છુટાછેડા લઈ લીધા. વર્ષ ૨૦૦૮માં અન્નૂએ પહેલી પત્ની અનુપમા સાથે ફરી લગ્ન કરી લીધા. આમ અન્નૂની લાઈફ કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી કેમ કે, તેમાં એવા એવા ટ્‌વીસ્ટ આવ્યા છે કે જે સાંભળીને સૌ કોઈને નવાઈ લાગે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.