Western Times News

Gujarati News

અન્ય યુવતી સાથે ભાગેલા યુવકે પત્નિના બીભત્સ ફોટા પરિવારજનોને મોકલ્યા

(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરના સોલા વિસ્તારમાં મહીલાઓ સાથે ખરાબ વર્તનના મામલા અટકવાનું નામ નથી લઈ રહયા, અઠવાડીયા અગાઉ લગ્ન માટે દબાણ કરવા છતાં યુવતીએ ઈન્કાર કરતા એક તરફી પ્રેમમાં પાગલ યુવાને તેનું સરા જાહેર ગળું કાપી નાખ્યું બાદમાં એક યુવતીને પોતાને વશ ન થાય તો તેનો ગેંગરેપ કરાવવાની ધમકી આપવામાં આવી જેના કારણે ગભરાયેલી યુવતીએ ધાબા ઉપરથી પડતું મુકતા ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનાઓ હજુ તાજી જ છે ત્યાં વધુ એક ઘટના સામે આવી છે જેમાં પતિએ પોતાની જ પત્નિના અશ્લીલ ફોટો પત્નીના ભાઈ તથા પિતાને મોકલીને વાઈરલ કરવાની ધમકી આપી છે.

આ ઘટનાની વિગત એવી છે કે સાયન્સ સીટી રોડ ખાતે રહેતી સુમનના લગ્ન એક વર્ષ અગાઉ ગાંધીનગર વાવોલ ખાતે રહેતા દિવ્યાગ દિલીપકુમાર પરમાર સાથે થયા હતા લગ્નના થોડા સમય બાદ જ લંપટ દિવ્યાગે પરીવારની જાણ બહાર અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા જેની જાણ થતાં સુમને ગાંધીનગર મહીલા પોલીસમાં ફરીયાદ કરી હતી જેનો કેસ કોર્ટમાં ચાલુ હતો જયારે સુમન પિતાના ઘરે સોલા ખાતે રહેતી હતી.

દરમિયાન બે દિવસ અગાઉ સુમનના ભાઈએ પોતાનો ફોન જાતા દિવ્યાંગે સુમનના બીભત્સ ફોટા મોકલ્યા હતા બહેનના આવા ફોટા જાઈ ભાઈના પગ તળેથી ધરતી સરકી ગઈ હતી આ વાતની જાણ પરિવારને કરતા સુમનના પિતાને પણ દિવ્યાંગે આ ફોટા મોકલ્યા હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાનમાં લંપટ દિવ્યાંગ જે યુવતીને લઈને ભાગી ગયો એણે પણ સુમનના ભાઈનો સંપર્ક કરી દિવ્યાંગે તેને પણ આ ફોટા મોકલ્યા હોવાનું જણાવ્યું હતું. ફોટો મોકલ્યા બાદ દિવ્યાંગે “તારી બહેનના ધંધ આખુ ગામ જાશે એકઝામ્પલ જાઈ લે. તમે લોકો હોશીયાર છો ને હવે જાઈ લો.” તેવો મેસેજ પણ મોકલ્યો હતો.

દિવ્યાંગે બીભત્સ ફોટા મોકલીને તેને વાઈરલ કરવાની ધમકી આપતા સુમન અને તેનો પરીવાર ગભરાઈ ગયો હતો તેમણે સોલા પોલીસ સ્ટેશનમાં દિવ્યાંગ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી વધુ એક યુવતી સાથે અણછાજતા વર્તનની ઘટના બનતા સોલા પોલીસ પણ ચોંકી ઉઠી છે અને તાત્કાલીક દિવ્યાંગ વિરૂધ્ધ પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે. (યુવતીનું નામ બદલ્યું છે.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.