Western Times News

Gujarati News

અપસ્ટોક્સે તમામ ટ્રેડિંગ સેગમેન્ટમાં સ્ટોપ-લોસ અને ટાર્ગેટ પ્રાઇસ સાથે ઓર્ડર્સ મૂકવાની સુવિધા આપશે

ફીચર તમામ ટ્રેડિંગ સેગમેન્ટ – ઇન્ટ્રાડે, ઇક્વિટી ડિલિવરી, એફએન્ડઓ, કરન્સી ડેરિવેટિવ્સ અને કોમોડિટીઝમાં ઓર્ડર પ્લેસમેન્ટ, સ્ટોપ-લોસ અને ટાર્ગેટ પ્રાઇસનો સમન્વય પૂરો પાડશે

મુંબઈ,  ભારતમાં અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ્સ પૈકીનું એક અપસ્ટોક્સે એના પ્લેટફોર્મ પર ગૂડ-ટિલ-ટ્રિગર્ડ (જીટીટી) ફીચર ઉમેર્યું છે. નવું ફીચર યુઝર્સને ઇન્ટ્રાડે, ઇક્વિટી ડિલિવરી, એફએન્ડઓ, કરન્સી ડેરિવેટિવ્સ અને કોમોડિટીઝ વગેરે તમામ ટ્રેડિંગ સેગમેન્ટમાં સ્ટોપ-લોસ અને ટાર્ગેટ પ્રાઇસ સાથે ઓર્ડર્સ મૂકવાની સુવિધા આપશે.

આ ફીચર પ્લેટફોર્મ પર તમામ ટ્રેડર્સ અને રોકાણકારો માટે ઉપલબ્ધ છે. ઓર્ડર ઇન્ટ્રાડે ઓર્ડર્સના કેસમાં એક દિવસ, ડિલિવરી ઓર્ડર્સ માટે 365 દિવસ તથા ફ્યુચર્સ અને ઓપ્શન્સના કેસમાં કોન્ટ્રાક્ટ એક્સપાઇરી મુજબ એક્ટિવ રહેશે. આ ટ્રેડર્સ અને રોકાણકારોને દરરોજ ઓર્ડર મૂક્યાં વિના કઈ કિંમત પર બજારમાં પ્રવેશ કરવા કે બહાર નીકળવું એનો નિર્ણય કરવાની સુવિધા આપશે. તમામ ઓર્ડરને એક કરીને આ ફીચર યુઝર્સ માટે ટ્રેડિંગને સરળ બનાવશે.

આ લોંચ પર અપસ્ટોક્સના સહ-સ્થાપક શ્રી શિવાની વિશ્વનાથે કહ્યું હતું કે, “આ ફીચર અમારા યુઝર્સ માટે રોકાણને સરળ અને સમાન બનાવવાના અમારા પ્રયાસોનો ભાગ છે. જીટીટી ફીચર સાથે અમને ટ્રેડર્સને વધારે સુવિધા પ્રદાન કરવાની આશા છે, તો તેમને શિસ્તબદ્ધ ટ્રેડિંગ માનસિકતા જાળવવા અને તેમની જોખમ ખેડવાની ક્ષમતાથી પરિચિત રહેવા પ્રોત્સાહન આપશે. વધારે મહત્વપૂર્ણ બાબત એ છે કે, ટ્રેડર્સને સિંગલ ઓર્ડરના સ્ટેટ્સનું સતત વેરિફિકેશન કરવાની ચિંતા કરવાની જરૂર નહીં રહે.

આ ફીચર સાથે ઘણા મૂલ્ય સંવર્ધન દ્વારા અમને આશા છે કે, દેશમાં ઇક્વિટી ભાગીદારીને પ્રોત્સાહન મળશે, તો અમારા યુઝર્સને વિવિધ સેવાઓ પણ પ્રાપ્ત થશે. અમે ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપવા અને દરેક માટે નાણાકીય આયોજન વધારે સુલભ બનાવવા સતત આતુર છીએ.”

અપસ્ટોક્સનો ઉદ્દેશ એના ગ્રાહકોનાં રોકાણના અનુભવોને શક્ય એટલા સરળ બનાવવાનો છે અને આ ફીચર તેમને તમામ રોકાણ કેટેગેરીઓમાં જોખમને લઘુતમ કરવાની સુવિધા આપશે. જીટીટી યુઝર્સને સ્ટોપ-લોસ અને ટાર્ગેટ પ્રાઇસ પર કેન્દ્રિત કરવાની સુવિધા આપશે, જે વ્યૂહાત્મક અને લાંબા ગાળાની વિચારસરણીને પ્રોત્સાહન આપશે. આ કામગીરી સાથે યુઝર્સ અપસ્ટોક્સ પર વધારે સુવિધાજનક રીતે ટ્રેડિંગ કરી શકશે, કારણ કે તમામ ઓર્ડર સંયુક્તપણે ગ્રૂપમાં જોડાશે.

અત્યારે આ ફીચર એન્ડ્રોઇડ પર ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં આઇઓએસ પર ઉપલબ્ધ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.