અપસ્ટોક્સ IPLની સત્તાવાર પાર્ટનર બની
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ ગવર્નિંગ કાઉન્સિલ (આઇપીએલ જીસી)એ આજે ભારતની અગ્રણી અને સૌથી વધુ ઝડપથી વિકસતી ડિજિટલ બ્રોકરેજ કંપનીઓ પૈકીની એક અપસ્ટોક્સને આઇપીએલ માટે સત્તાવાર પાર્ટનર બનાવવાની જાહેરાત કરી હતી. ચાલુ વર્ષે આઇપીએલ 9 એપ્રિલ, 2021થી શરૂ થશે. આ એકથી વધારે વર્ષો માટેનું જોડાણ છે.
ભારતીય રોકાણકારો માટે નાણાકીય રોકાણને સરળ, સમાન અને વાજબી બનાવવાના વિઝન સાથે સ્થાપિત અપસ્ટોક્સ રોકાણકારો અને ટ્રેડર્સ એમ બંને માટે સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ડિજિટલ ગોલ્ડ, ડેરિવેટિવ્સ અને ઇટીએફમાં ઓનલાઇન રોકાણ કરવાની સુવિધા પ્રદાન કરે છે. ટાઇગર ગ્લોબલ જેવા પ્રસિદ્ધ રોકાણકારોનું પીઠબળ ધરાવતી અપસ્ટોક્સ અત્યારે 2.8 મિલિયનથી વધારે ગ્રાહકો ધરાવે છે.
આઇપીએલના ચેરમેન શ્રી બ્રિજેશ પટેલે કહ્યું હતું કે,“અમને અપસ્ટોક્સને ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ની સત્તાવાર પાર્ટનર બનાવવાની ખુશી છે. ભારતમાં સૌથી વધુ જોવાતી ક્રિકેટ લીગ પૈકી આઇપીએલ સાથે ભારતની સૌથી વધુ ઝડપથી વિકસતા ડિજિટલ-ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ પૈકીનું એક અપસ્ટોક્સ દર્શકો પર, ખાસ કરીને લાખો ભારતીય યુવાનો પર મોટી અસર કરી શકે છે, જેઓ નાણાકીય રીતે સ્વતંત્ર છે અને તેમના પોર્ટફોલિયોનું મેનેજમેન્ટ કરવા વધારે વિકલ્પો મેળવવા આતુર છે.”
આ જોડાણ પર અપસ્ટોક્સના સહ-સ્થાપક અને સીઇઓ શ્રી રવિ કુમારે કહ્યું હતું કે,“અમને આઇપીએલ 2021 માટે બીસીસીઆઈ સાથે જોડાણ કરવાની ખુશી છે. ભારતમાં ક્રિકેટ એક રમતથી વધારે છે. આ આપણા કલ્ચર અને સામાજિક જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, જે મોટી સંખ્યામાં પ્રશંસકો ધરાવે છે,
ખાસ કરીને યુવા પેઢીમાં. ભારતમાં ધિરાણમાં પરિવર્તન લાવનારી અપસ્ટોક્સની જેમ આઇપીએલએ ગત દાયકામાં ભારતીય ક્રિકેટને નવી દિશા આપી છે. આ બંને બ્રાન્ડ વચ્ચે સ્વાભાવિક જોડાણ પેદા કરે છે. સ્પોર્ટ્સ અને ફાઇનાન્સના આ જોડાણ સાથે અમે દેશભરમાં નાણાકીય જાગૃતિ લાવવા ઇચ્છીએ છીએ.”