Western Times News

Gujarati News

અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

(તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)
(પ્રતિનિધિ) નડીયાદ, પોલીસ ગાંધીનગર નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે ડ્રાઈવ આપેલ હોય જે આધારે પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ જીલ્લાના અધિકારીઓને નાસતા ફરતા આરોપી પકડવા અંગે જરૂરી સુચના આપેલ હોય જે આધારે કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા એક વર્ષથી અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપી ન પકડાતા સદર ગુનાની તપાસ પોલીસ ઈન્સ્પેકટર યુ.એ. ડાભી નાઓએ તા.૭.૪.ર૦૧૯ ના રોજ તપાસ સંભાળેલ અને પોઈન્સ યુ.એ.ડાભી નાઓની સુચના મુજબ પોસઈશ્રીજે.એન. ભરવાડ તથા સ્ટાફના હેડ કો. પ્રવિણભાઈ, પો.કો. બલભદ્રસિહ, પો.કો. જયેશભાઈનાઓએ અમદાવાદથી ગુન્હાનાના આરોપીને લાવતા આરોપી રોશન મોહનલાલ સકસેના ઉ.વ.રપ રહે. અસારવા ચકલા નિલકંઠ મહાદેવ અખાડા પાસે શાહીબાગ અમદાવાદનાઓને લાવતા આરોપી રોશન મોહનલાલ સકસેનાને તા.૧ર.૯.ર૦૧૯ ના ક. ૧૩/૧પ વાગે ગુનાના કામે અટક કરી આરોપીને વધુ તપાસ માટે સર્કલ પો.ઈન્સ. કપડવંજનાઓને સોંપવા તજવીજ કરેલ છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.