Western Times News

Gujarati News

અપહરણ- દુષ્કર્મના આરોપીને પીડિતા ન ઓળખી શકી

અમદાવાદ, વર્ષ ૨૦૧૮માં નોંધાયેલા બળાત્કારના એક કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો ચૂકાદો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આરોપી સ્કૂલ બસનો કંડક્ટર હતો અને તેના પર ૧૫ વર્ષીય સગીરાનું અપહરણ કરીને રાજસ્થાન, ઉદેપુર સહિતની જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજારવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

આ બાબતે કેસ ચાલી રહ્યો હતો પરંતુ ફરિયાદી અને પીડિતાએ કોર્ટમાં આરોપીને ઓળખી ન શકતા સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા તેને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ આદેશ આપતાં સ્પેશિયલ જજ એસ.એન.સોલંકીએ જણાવ્યું કે, સમગ્ર કેસને ધ્યાનમાં રાખતાં મહત્વના સાક્ષી એવા ફરિયાદી અને ભોગ બનનાર સગીરા કોર્ટમાં આરોપીને ઓળખી નથી શક્યા. આ કારણોસર આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ આપવો યોગ્ય છે.

નોંધનીય છે કે બચાવ પક્ષે દલીલ કરી હતી પીડિતા ઘરેથી જાતે નીકળી હતી, તેનું અપહરણ કરવામાં નથી આવ્યું. તેમજ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનમાં બળાત્કાર શબ્દનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. ઘટનાની વિગતવાર વાત કરીએ તો સૈજપુર ખાતે રહેતો પિજેન્દ્રસિંહ શક્તાવત ખાનગી શાળાની બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતો હતો.

પિજેન્દ્રસિંહ ગાંધીનગર રહેતી ૧૫ વર્ષીય સગીરાનું ૨૨મી સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ અપહરણ કરીને અલગ અલગ સ્થળોએ લઈ ગયો હતો.

આ બાબતે સેક્ટર ૭ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના એક મહિના પછી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સોની વિવિધ કલમ હેથળ સ્પેશિયલ કોર્ટમાં ચાર્શજીટ દાખલ કરવામાં આવી હતી.

આ કેસ સ્પેશિયલ કોર્ટમાં લઈ જવામાં આવ્યો તો આરોપીના એડવોકેટ જગત વી. પટેલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે સગીરાએ ઉલટ તપાસમાં સ્વીકાર્યુ હતું કે તે ઘરેથી પોતાની મરજીથી નીકળી હતી.

ઘરેથી નીકળીને તેણે આરોપીને ફોન કરીને બોલાવ્યો હતો. આરોપીએ તેને ઘરે પાછી ફરવા માટે સમજાવી હતી પરંતુ પીડિતાએ કહ્યુ હતું કે, જાે તુ મને નહીં લઈ જાય તો હું મરી જઈશ. આરોપીના વકીલની દલીલ હતી કે, આ સ્થિતિમાં અપહરણનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો.

આરોપીના વકીલે દલીલ રી હતી કે મેજિસ્ટ્રેટ સામે જ્યારે નિવેદન આપવામાં આવ્યું તેમજ ઉલટ તપાસ કરવામાં આવી ત્યારે સગીરાએ બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ પણ નથી કરી. માટે આરોપીને નિર્દોષ છોડી મૂકવો જાેઈએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.