Western Times News

Gujarati News

અપોલો હોસ્પિટલ્સે બહેરાશ ધરાવતા દર્દીઓ સાથે ‘સ્પિરિટ ઓફ હિઅરિંગ’ની ઉજવણી કરી

અમદાવાદ, અપોલો હોસ્પિટલ્સે બહેરાશ ધરાવતા દર્દીઓ માટે એક પ્રેરક ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કર્યું હતું. મિસ ડેફ વર્લ્ડ ૨૦૧૯ અને ‘રોલ મોડલ ફોર હિઅરિંગ ઇમ્પેરમેન્ટ ૨૦૧૯’ની રાષ્ટ્રીય એવોર્ડવિજેતા કુમારી વિદિશા બલિયાન ગેસ્ટ ઓફ આૅનર હતા, જેમણે પોતાના જીવનની સફર અને અનુભવો વિશે વાત કરીને દર્દીઓને તેમનાં સ્વપ્નો પૂર્ણ કરવા માટે સતત મહેનત કરવાનું પ્રોત્સાહન આપ્યું હતું.

આ સેશન પછી ટેલેન્ટ શાનું આયોજન થયું હતું, જેમાં બહેરાશ ધરાવતા અને હિઅરિંગ ઇમ્પ્લાન્ટની સારવાર મેળવેલા ૨૦ દર્દીઓ સામેલ થયા હતા. ભારતમાં બહેરાશને ગંભીર ગણવામાં આવે છે, પણ આ અતિ ઉપેક્ષિત સ્થિતિ છે. આ પ્રકારની ખામી ધરાવતા લોકો ઘણી વાર પાછળ પડી જાય છે, કારણ કે તેમની આ ખામીની કોઈ સારવાર ન હોવાનું માનવામાં આવે છે. જોકે વિદિશા બલિયાન જેવા લોકોની મહેનત અને ખંત વારંવાર દુનિયાને દર્શાવે છે કે, બહેરાશ ધરાવતા લોકો પણ સફળતા મેળવી શકે છે, પોતાના સ્વપ્નો સાકાર કરી શકે છે.

ઉપરાંત અત્યારે તબીબી વિજ્ઞાન અને ટેકનોલોજી તમામ પ્રકારની બહેરાશ માટે સોલ્યુશન પ્રદાન કરે છે. તબીબી ઉપકરણો જેમકે મધ્યમ બહેરાશ માટે હિઅરીંગ એડ, ગંભીર બહેરાશ માટે કોકલીયર ઇમ્પ્લાન્ટ અને કન્ડક્ટિવ બહેરાશ માટે બોન કન્ડક્શન ઇમ્પ્લાન્ટનું પાલન દર્દીઓને સામાન્ય વ્યક્તિ જેવી શ્રવણક્ષમતા પ્રદાન કરે છે, જેથી તેમને સામાન્ય જીવનમાં લાવવામાં મદદ મળે છે.

ડેફ મોડલ અને એથ્લેટ તરીકે પોતાની સફર વિશે કુમારી વિદિશા બલિયાને કહ્યું હતું કે, “આપણાં દેશમાં અનેક લોકો એ હકીકતથી વાકેફ નથી કે, બહેરાશ એક પ્રકારની વિકલાંગતા છે, જેનું સમાધાન કરી શકાય છે. ઉચિત સારવાર, ઉપચાર અને શિક્ષણ/તાલીમ સાથે બહેરી વ્યક્તિ સરળતાથી સમાજમાં સામાન્ય જીવન જીવી શકે છે. આ માટેની લડાઈ જીતવા તમારી આંતરિક ક્ષમતા છે. હું માનું છું કે, મોટા ભાગનાં અવરોધો સામે લડવા માટે પહેલા મનને મજબૂત કરવું પડે છે. મને આશા છે કે, હું આ પ્રકારની વિકલાંગતા ધરાવતા લોકોની આંતરિક ક્ષમતાને જાગૃતિ કરી શકીશ, એમને સફળતા મેળવવા, તેમને તબીબી સલાહ લેવા અને એમની બહેરાશને દૂર કરવા જરૂર પડે તો ઉપકરણોનો ઉપયોગ કરવા પ્રેરિત કરી શકીશ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.