અપોલો હોસ્પિટલ્સ ફાઉન્ડેશન દેશભરમાં જરૂરિયાતમંદ બાળકોને ફ્રી ડિજિટલ કન્સલ્ટેશન પ્રદાન કરશે
મુંબઈ, ડૉ. પ્રતાપ સી રેડ્ડી અને પરિવાર દ્વારા સ્થાપિત અપોલો હોસ્પિટલ્સ ફાઉન્ડેશન સમાજની સતત નિઃસ્વાર્થપણે સેવા કરે છે. ફાઉન્ડેશનનો એક મુખ્ય ઉદ્દેશ વંચિત સમુદાયના બાળકોને તબીબી સારવાર પ્રદાન કરવાનો છે. અપોલો હોસ્પિટલ્સના જોઇન્ટ એમડી ડૉ. સંગીતા રેડ્ડીના વિઝનને સુસંગત રીતે આ પહેલનો ઉદ્દેશ “જરૂરિયાતમંદ બાળકોને ગુણવત્તાયુક્ત હેલ્થકેર સુવિધાઓ નિઃશુલ્ક” રીતે પ્રદાન કરવાનો છે.
સેવિંગ એ ચાઇલ્ડ્સ હેલ્થ ઇનિશિયેટિવ (SACHi) એશિયાની સૌથી મોટા સ્વૈચ્છિક બાળક સંસ્થાઓ પૈકીની એક છે, જેનો ઉદ્દેશ એક વર્ષ માટે (7 જુલાઈ, 2022 સુધી) ડિજિટલ પ્લેટફોર્મ અપોલો 24|7 દ્વારા અપોલો હોસ્પિટલ્સના પીડિયાટ્રિક નિષ્ણાતોની નિઃશુલ્ક સુલભતા મારફતે સારાં સ્વાસ્થ્યનો પાયો નાંખવાનો છે. આ પાર્ટનરશિપના ભાગ તરીકે 180 પીડિયાટ્રિક્સ લેટેસ્ટ SACHi પહેલમાં સામેલ થયા છે.
SACHiનો લક્ષ્યાંક કોઈ પણ સમુદાય કે પૃષ્ઠભૂમિના દરેક બાળકને ગુણવત્તાયુક્ત હેલ્થકેર સુવિધાઓ પ્રદાન થાય એ સુનિશ્ચિત કરવાનો છે.
પીડિયાટ્રિક હેલ્થકેર દેશમાં ઉપેક્ષિત સ્પેશિયાલ્ટી છે અને 0થી 14 વર્ષની વયજૂથની અંદર દેશની 26 ટકાથી વધારે વસ્તી એનો ભોગ બની છે. યુનિસેફના જણાવ્યા મુજબ, ભારતમાં દર વર્ષે 25 મિલિયન બાળકો જન્મ લે છે, જે દુનિયામાં જન્મ લેતા કુલ બાળકોનો આશરે 20 ટકા હિસ્સો છે. હાલના પડકારજનક સમય દરમિયાન કિંમતી જીવનને બચાવવા ગુણવત્તાયુક્ત હેલ્થકેર સુવિધાની સુલભતા પ્રદાન કરવી જરૂરી છે.
હેલ્થકેરની સુલભતાના અવરોધો દૂર કરવા SACHiની નવી પહેલને અપોલો 24|7 પ્લેટફોર્મ પર સંકલિત કરવામાં આવી છે, જેમાં 16 વર્ષથી ઓછી વય ધરાવતા જરૂરિયાતમંદ બાળકો તેમના ઘરેથી કોઈ પણ પ્રકારના ખર્ચ વિના વિવિધ સેન્ટર્સ ઓફ એક્સલન્સમાં ઇ-કન્સલ્ટેશનનો લાભ લઈ શકે છે.
આ લોંચ પર અપોલો ફાઉન્ડેશનના સીએસઆરના વાઇસ ચેરપર્સન ઉપાસના કામિનેની કોનિડેલાએ કહ્યું હતું કે, “મારી કાકી ડૉ. સંગીતા રેડ્ડી બાળકોના સ્વાસ્થ્યને સુધારવા હંમેશા કાર્યરત છે. તેમના વિઝન, સમયસર સપોર્ટ અને અમારા પીડિયાટ્રિશિયનની ઉદારતા સાથે અણને દેશભરમાં વંચિત સમુદાયના બાળકોને ફ્રી હેલ્થકેર પ્રદાન કરવામાં મદદ મળી છે.
બાળકોનું રસીકરણ થયું ન હોવાથી તેમના પર વધુ જોખમ છે. અમે લિન્ક શેર કરવા અને આ પહેલનો સૌથી વધુ લાભ લેવા લોકોને પ્રોત્સાહન આપવા અમારાથી શક્ય કામગીરી કરી રહ્યાં છીએ. સ્વસ્થ રહો, સલામત રહો, અમે તમને સપોર્ટ કરવા માટે છે.”