અપોલો CBCC કેન્સર કેર હોસ્પિટલે કેન્સરમાંથી સાજા થયેલાં સાથે ‘કેન્સર ડે’ની ઉજવણી કરી
અમદાવાદ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના અહેવાલ મૂજબ ભારતમાં પ્રત્યેક 10માંથી 1 વ્યક્તિને જીવનમાં કેન્સર થાય છે. કેન્સરના કારણે મૃત્યુ પાછળનું મુખ્ય કારણ જાણકારીના અભાવે નિદાનમાં વિલંબ છે. દર વર્ષે 4 ફેબ્રુઆરીને વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવવામાં આવે છે,
જે દ્વારા વિશ્વભરમાં લોકોને કેન્સર અંગે જાગૃત કરવા, પરિવર્તન માટે પ્રોત્સાહન આપવા તથા વૈશ્વિક અસરોને ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. અપોલો સીબીસીસી કેન્સર કેર હોસ્પિટલ અમદાવાદે ડોક્ટર્સ, હેલ્થકેર વર્કર્સ, કેરગિવર્સ અને કેન્સરમાંથી સાજા થયેલાં વ્યક્તિઓ સાથે આ દિવસની ઉજવણી કરી હતી કે
જેમણે કોવિડ-19 મહામારી વચ્ચે પણ કેન્સરનો સામનો કર્યો હતો. આ લોકોનું સન્માન કરવા માટે હોસ્પિટલે #UnitedToWinને ઉજવણી સમર્પિત કરી હતી. લેફ્ટનન્ટ જનરલ (ડો.) વેલુ નાયર (નિવૃત્ત)એ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું અને હેલ્થકેર પ્રોફેશ્નલ્સ અને સર્વાઇવર્સ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.