Western Times News

Gujarati News

અફગાનિસ્તાન શાંતિ વાર્તા માટે ભારતે પણ સામેલ થવું જાેઇએ : અમેરિકા

વોશિંગ્ટન: અમેરિકી વિદેશ મંત્રી અફગાન શાંતિ વાર્તાને આગળ વધારવા અને તેમાં તેજી લાવવાની વિનંતી કરી છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમાં ભારતે પણ સામેલ કરવું જાેઇએ આ ઉપરાંત તેમાં રશિયા ચીન અને પાકિસ્ન પણ સામેલ હોય અમેરિકાના વિદેશ મંત્રી એટોની બ્લિંકેને અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીને એક પત્ર લખી સંયુકત રાષ્ટ્રના નેતૃત્વમાં શાંતિ વાર્તા આયોજીત કરવાની વિનંતી છે. તેમાં તેમણે ભારત સહિત તમામ છ દેશોને સામેલ થવાની વાત કરી છે. એ યાદ રહે કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના કાર્યકાળમાં અફગાનિસ્તાન શાંતિ વાર્તામાં ભારતને સામેલ કરવામાં આવ્યું ન હતું પરંતુ બાઇડન પ્રશાસનમાં એ વાત પર ભાર મુકવામાં આવ્યો છે કે તેમાં ભારતને પણ સામેલ કરવું જાેઇએ

રાષ્ટ્રપતિ ગનીન લખેલ આ પત્રમાં તેમણે કહ્યું કે તુર્કીએ તેને લઇ સંપર્ક કર્યો છે કે તે એક સીનિયર સ્તર પર બેઠક આયોજીત કરે જેમાં શાંતિ સમજૂતિને અંતિમ રૂપ આપી શકાય તેના માટે તુર્કીએ અફગાન રાષ્ટ્રપતિથી અપીલ કરી છે કે તેમણે આ બેઠકમાં સામેલ થવાનું સૌભાગ્ય મળવું જાેઇએ અફગાનસ્તાનના ટોલો ન્યુઝે આ પત્રને પ્રકાશિત કર્યો છે. આ ઉપરાંત સંયુકત રાષ્ટ્રે રશિયા ચીન પાકિસ્તાન ઇરાન ભારત અને અમેરિકાના વિદેશ મંત્રીઓની બેઠક બોલાવવી જાેઇએ

જેમાં અફધાનિસ્તાનમાં શાંતિ માટે તમામની સહમતિથી રસ્તો શોધવો જાેઇએ તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે અમેરિકી દુત જાલ્મે ખલિજાદે આ બાબતમાં રાષ્ટ્રપતિ ગની અને તાલિબાનના નેતાઓથી વાત કરી લેખિત વિવરણ રજુ કરવું જાેઇએ તેનો હેતુ અફગાનિસ્તાનમાં શાંતિ વાર્તાને આગળ વધારવા અને યુધ્ધવિરામ પર આગળ વાત કરવી જાેઇએ એટલું જ નહીં તેમાં શાંતિ પ્રક્રિયા અને શાંતિ સમજૂતિની વાતો સામે આવવી જાેઇએ

અમેરિકી વિદેશ મંત્રી અનુસાર આ દસ્તાવેજ અફગાન સરકાર અને તાલિબાનની વચ્ચે અફગાનિસ્તાનના વિકાસને લઇ સાથે ચાલવાનો માર્ગ ખુલશે તેમણે ૭૦ દિવસની અંદર હિંસામાં કમી લાવવા અને કુટનીતિક વાર્તાનો દૌર શરૂ કરવાનું પણ પ્રપોજલ આપ્યું છે.તેમણે પોતાના આ પત્રમાં કહ્યું છે કે અમેરિકા એક મે સુધી પોતાના તમામ જવાનોની વાપસીને લઇ વિચાર કરી રહ્યું છે આ ઉપરાંત પણ કેટલાક બીજા વિકલ્પ છે.

તેમણે એ પણ કહ્યું કે અમેરિકા પોતાના જવાનોની વાપસીની સુરતમાં અફગાન સેનાના જવાનોને સુરક્ષા માટે તૈયાર કરવા માટે આર્થિક મદદ આપવા પર પણ વિચાર કરી રહ્યું છે અમેરિકાને એ વાતનો પણ ભય છે કે કયાંક અમેરિકી સેનાની વાપસી બાદ તાલિબાન ફરીથી પોતાની શક્તિનો વધારો આતંકવાદ માટે ન કરવા લાગે તેના માટે આ બાબતમાં તાકિદે વિચાર કરી નિર્ણય કરવો જરૂરી છે. ફેબ્રુઆરી ૨૦૨૦માં ટ્રંપે તાલિબાન સાથે એક સમજૂતિ કરી હતી જેમાં અફગાનિસ્તાનથી પોતાની સેનાની વાપસીની વાત કહેવામાં આવી હતી પરંતુ તેમાં શરત રાખી હતી કે તાલિબાન અફગાનિસ્તાનમાં આતંકવાને પ્રોત્સાહન આપવા માટે અલકાયદાનો સાથે આપશે નહીં અને હિંસામાં કમી લાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.