અફઘાનથી અટારી મારફતે ડુંગળી જથ્થો આવી રહ્યો છે
અટારી સરહદ મારફતે ડુંગળીની ટ્રકો (Onion Trucks) મંગાવવામાં આવી રહી છે – આવક વધતા રિટેલ માર્કેટમાં (Retail market) કિંમતો ઘટી જશે
નવી દિલ્હી, ડુંગળીની વધતી જતી કિંમતોને લઈને પરેશાન થયેલા લોકોને અને ખાસ કરીને દિલ્હીના લોકોને મોટી રાહત મળી શકે છે. આઝાદ પુર ડુંગળીના કારોબારીઓ અફઘાનિસ્તાનમાંથી (Afghanistan) ડુંગળીનો જથ્થો મંગાવી રહ્યા છે. કારોબારીઓનું કહેવુ છે કે, અટારી સરહદ મારફતે અફઘાનિસ્તાનમાંથી ડુંગળીની ટ્રકો પહોંચી રહી છે. આવનાર દિવસોમાં માર્કેટમાં ડુંગળીની આવક વધશે અને રિટેલ માર્કેટમાં ડુંગળીની કિંમતમાં ઉલ્લેખનીય ઘટાડો થશે.
સામાન્ય લોકો હાલમાં ભારે પરેશાન દેખાઈ રહ્યા છે. સરકાર દ્વારા કેટલીક જગ્યા પર ૨૨ રૂપિયા પ્રતિ કિલોના હિસાબથી ડુંગળીનું વેચાણ શરૂ થઈ ચુક્યો છે. દિલ્હી સરકાર પોતે પણ ૩૯૦ રેશનિંગને દુકાનો અને મોબાઈલ વેન પર ૨૩ રૂપિયાના ભાવે ડુંગળીનું વેચાણ કરી રહી છે. સામાન્ય રીતે દિલ્હીમાં new delhi દરરોજ ડુંગળીનો ૩૦૦૦ ટન ઉપયોગ થાય છે. દિલ્હી ઉપરાંત દેશના અન્ય ભાગોમાં સુધારો થશે.