અફઘાનના ખેલાડીઓએ બ્રિટનમાં આશ્રય માગ્યો
લંડન, અફઘાનિસ્તાનની અન્ડર ૧૯ ટીમના સંખ્યાબંધ ખેલાડીઓએ વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ બાદ ઘરે પાછા ફરવાનો ઈનકાર કરી દીધો છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમણે બ્રિટનમાં શરણ માંગ્યુ છે.તેઓ લંડનમાં રહેવા માંગે છે.
અફઘાનિસ્તાનની વેબસાઈટના દાવા પ્રમાણે ટીમના કેટલાક ખેલાડીઓએ બ્રિટનમાં આશ્રય માંગ્યો છે.જાેકે તેમના નામનો ખુલાસો કરાયો નથી અને તેઓ કેમ અફઘાનિસ્તાન પાછા નથી ફરવા માંગતા તે બાબતની પણ જાણકારી ક્રિકેટ બોર્ડે આપી નથી.
મીડિયા રિપોર્ટમાં કહેવાયુ છે કે, તાલિબાનનાના શાસન બાદ કોઈ અફઘાન ક્રિકેટરોએ અન્ય દેશમાં આશ્રય માંગ્યો હોય તેવી આ પહેલી ઘટના છે.અફઘાનિસ્તાનની ટીમે ક્વાર્ટર ફાઈનલમાં શ્રીલંકાને ચાર રને હરાવ્યુ હતુ.જાેકે સેમી ફાઈનલમાં તેને ઈંગ્લેન્ડ સામે ૧૫ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ ટુર્નામેન્ટમાં અફઘાન ટીમ ચોથા સ્થાને રહી હતી.જાેકે અન્ડર ૧૯ ટીમના ખેલાડીઓ ઘરે પાછા ફરવા નાં માગતા હોય તેવી આ પહેલી ઘટના નથી.૨૦૦૯માં પણ અન્ડર ૧૯ ટીમના ખેલાડીઓએ ટોરેન્ટમાં ક્વોલિફાયર મુકાબલા બાદ કેનેડામાં શરણ માંગી હતી.SSS