અફઘાનના પંજશીર પ્રાંત પર તાલીબાન કબજો નથી

કાબુલ, અમેરિકાના સૈનિકોની ઘરવાપસી બાદ તાલિબાને ફરી એક વખત અફઘાનિસ્તાન પર કબ્જાે જમાવ્યો છે. રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. તાલિબાને કાબુલમાં પણ સત્તાના સૂત્રો સંભાળી લીધા છે પણ અફઘાનિસ્તાનમાં ૩૪ પૈકી એક માત્ર પ્રાંત એવો છે જેના પર તાલિબાન હજી પણ કબ્જાે કરી શક્યુ નથી. આ પ્રાંતનુ નામ પંજશીર છે. પંજશીરે જાે તાલિબાન સામે આત્મસમર્પણ કર્યુ તો તે બહુ મોટી ઘટના હશે. પંજશીરના નેતા અહમદ મસૂદે તાલિબાન સામે સરેન્ડર કરવાનો ઈનકાર કરી દીધો છે. જાેકે તેમનુ એક નિવેદન સામે આવ્યુ છે અને તેમાં તેઓ તાલિબાન સાથે વાત કરવા માટે તૈયાર હોવાનુ કહેવાઈ રહ્યુ છે. જાેકે પંજશીરના નેતાઓએ તાલિબાન સાથે સમાધાનને હજી સમર્થન આપ્યુ નથી.
બીજી તરફ પંજશીરના નેતા અહમદ મસૂદ અને અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહની એક મિટિંગની તસવીર પણ સામે આવી છે. કાબુલ પર તાલિબાના કબ્જા પછી સાલેહને પંજશીરમાં છેલ્લે જાેઈ શકાયા હતા. એવુ મનાય છે કે, અમરુલ્લાલ સાહેલ હવે અહેમદ મસૂદ સાથે મળીને તાલિબાનો મુકાબલો કરવા માટે રણનીતિ બનાવી રહ્યા છે. અહેમદ મસૂદના પિતા અહેમદ શાહ મસૂદ એક સમયે અફઘાનિસ્તાનમાં સૌથી શક્તિશાળી નેતા હતા. તેમણે અફઘાનિસ્તાનમાં રશિયાનો કબ્જાે થયો ત્યારે રશિયન સેનાનો મુકાબલો કર્યો હતો.
જાેકે રશિયા પણ પંજશીર પર પોતાનો કબ્જાે મજાવી શક્યુ નહોતુ. અલકાયદા અને તાલિબાને તેમની ૨૦૦૧માં ન્યૂયોર્ક પરના હુમલાના બે દિવસ પહેલા હત્યા કરી નાંખી હતી. અહેમદ મસૂદ પણ પિતાના પગલે ચાલીને તાલિબાનનો મુકાબલો કરી રહ્યા છે. તાલિબાન સામે પંજશીર પ્રાંતને આશાનુ છેલ્લુ કિરણ તરીકે જાેવામાં આવી રહ્યુ છે.SSS