અફઘાનના ભવિષ્યને નિર્ધારિત કરવા ચૂંટણી કરાવવાનું આહ્વાન
નવી દિલ્હી, અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાન હવે આગામી સરકાર બનાવવાની તૈયારીમાં લાગ્યું છે. આવતા સપ્તાહે તાલિબાન પોતાની સરકાર બનાવી લેશે તેવી આશા સેવાઈ રહી છે. તમામ વચનો આપવા છતાં દુનિયાભરના મોટાભાગના દેશો સંપૂર્ણ રીતે તાલિબાન પર ભરોસો વ્યક્ત કરી શકતા નથી.
આ બધા વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે અફઘાનિસ્તાનના ભવિષ્યને નિર્ધારિત કરવા માટે ત્યાં ચૂંટણી કરાવવાનું આહ્વાન કર્યું છે. આ સાથે જ આશા વ્યક્ત કરી છે કે પશ્ચિમી દેશોના સૈનિકોની વાપસી બાદ ત્યાં શાંતિ પાછી ફરશે. સ્ટેટ ટીવી પર બોલતા ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ કહ્યું કે અફઘાનિસ્તાનના લોકોએ પોતાની સરકાર નિર્ધારિત કરવા માટે જેટલું જલદી બની શકે તેટલું જલદી મતદાન કરવું જાેઈએ. તેમણે કહ્યું કે ત્યાં એક એવી સરકાર બનવી જાેઈએ જે મતો અને લોકોની ઈચ્છાથી ચૂંટાય.
તેમણે વધુમાં કહ્યું કે ઈસ્લામિક રિપબ્લિકે હંમેશાથી અફઘાનિસ્તાનમાં શાંતિની આશા સેવી છે. ‘રક્તપાત સમાપ્ત કરવા અને લોકોની ઈચ્છાની સંપ્રભુતાની માગણી કરી છે. અમે અફઘાનિસ્તાનના લોકો દ્વારા ચૂંટાયેલી સરકારનું સમર્થન કરીએ છીએ. નોંધનીય છે કે અફઘાનસ્તિાનના કુલ ૩૪ પ્રાંતમાંથી ૩૩ પ્રાંત પર તાલિબાનનો કબજાે છે. જ્યારે એકમાત્ર પંજશીર અહેમદ મસૂદ અને પૂર્વ રાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહના કબજામાં છે. શરૂઆતના સમયમાં વાતચીત થયા બાદ છેલ્લા કેટલાક દિવસથી પંજશીરમાં ભીષણ ઘર્ષણ ચાલુ છે.SSS