અફઘાનના વીડિયો બતાવીને પાક દ્વારા કાશ્મીરમાં ઉશ્કેરણી

નવી દિલ્હી, કાશ્મીરમાં આતંકવાદને ઉત્તેજન આપવા માટે હવે પાકિસ્તાને કાશ્મીરના લોકોને અફઘાનિસ્તાનના વિડિયો બતાવીને ભડકાવવાનુ શરુ કર્યુ હોવાનો ખુલાસો સુરક્ષા એજન્સીઓ કર્યો છે.
એજન્સીઓના રિપોર્ટમાં એમ પણ કહેવાયુ છે કે, તાજેતરમાં થયેલી પંચાયતની ચૂંટણીમાં જે નાગરિકો ચૂંટાયા છે તેમને પણ પાકિસ્તાન રાજીનામુ આપવાની ફરજ પાડવા માંગે છે.જાે તેઓ રાજીનામુ ના આપે તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકીઓ પણ પાકિસ્તાન તરફથી અપાઈ રહી છે.જેનાથી ડરીને એક સભ્યે રાજીનામુ પણ આપી દીધુ છે.
એ પછી ગૃહ મંત્રાલયે આ બાબતને ગંભીરતાથી લીધી છે.મંત્રાલય દ્વારા ધમકી આપી રહેલા પરિબળો સામે આકરી કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ શાસન આવ્યા બાદ હવે કાશ્મીરમાં વિદેશી આતંકવાદનુ જાેખમ વધી ગયુ છે.તાલિબાને પણ કાશ્મીર મુદ્દે અવાજ ઉઠાવવાની જાહેરાત કરેલી છે.ભારતના એક અખબારે પ્રખાશિત કરેલા અહેવાલ પ્રમાણે કાશ્મીરના ઉત્તર વિસ્તારમાં પાકિસ્તાનની સરહદમાં ૪૦ થી ૫૦ વિદેશી આતંકવાદીઓ સક્રિય છે. એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, પાકિસ્તાન હવે અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકીઓને કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કરશે.SSS