અફઘાનનું વિદેશી મુદ્વા ભંડાર અફઘાનિસ્તાનના નાગરિકોનું છે: ચીન
બીજીંગ, ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ તાલિબાનનો અવાજ ઉઠાવતાં કહ્યું કે, દુનિયાએ અફઘાનિસ્તાન પર એક પક્ષીય આર્થિક પ્રતિબંધો જલદીથી હટાવી લેવા જાેઈએ. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનનું વિદેશી મુદ્વા ભંડાર એક રાષ્ટ્રીય સંપત્તિ છે. જે તે દેશના નાગરિકો માટે હકદાર હોવી જાેઈએ અને તેમના પોતાના લોકો દ્વારા ઉપયોગ થવો જાેઈએ.
અફઘાનિસ્તાન પર રાજકીય દબાણો લાવવા માટે કોઈ સોદાબાજી ન કરવી જાેઈએ. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનના નાગરિકોના અધિકારો તેમની પાસેથી છીનવી લેવા જાેઈએ નહી.
રાજકીય નિષ્ણાતોના મતે ચીન આ બધું પોતાના ફાયદા માટે કરી રહ્યું છે. કારણ કે, તેને અફઘાનિસ્તાનના રૂપમાં પોતાની તાકાત વધારવા માટે બીજી સારી જગ્યા મળી છે. તેમના મતે, ચીનની રણનીતિ અફઘાનિસ્તાન ત્રણ મુદ્દાઓ પર કામ કરે છે. પહેલો તેનો વ્યૂહાત્મક અને વ્યાપારી ફાયદો છે, બીજાે ભારતની ખોટ છે અને ત્રીજાે અમેરિકા અને અફઘાનિસ્તાન આ ત્રણેયને મળે છે.
બીજી તરફ ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે તાલિબાનોએ અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ કોઈપણ રીતે આતંકવાદ માટે ન કરવા દેવાની તેની પ્રતિબદ્ધતાનો અમલ કરવો જાેઈએ. વિદેશ મંત્રી એસ જયશંકરે જી૨૦ દેશોને કહ્યું કે વિશ્વને આવી વ્યાપક અને સમાવિષ્ટ પ્રક્રિયાની જરૂર છે.
અપેક્ષિત છે કે અફઘાન સમાજના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ કરવામાં આવે. જયશંકરે કહ્યું કે અફઘાનિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો ઠરાવ ૨૫૯૩ વૈશ્વિક ભાવનાને પ્રતિબિંબિત કરે છે અને અમારા અભિગમને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખવું જાેઈએ. ભારતની ભાગીદારી અફઘાન લોકો સાથેની તેની ઐતિહાસિક મિત્રતા દ્વારા ચાલશે.
રશિયાની સાથે પાકિસ્તાન અને ચીન તાલિબાનને માન્યતા અપાવવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત, તેઓ અફઘાનિસ્તાનને અડીને આવેલા દેશોનું નવું જૂથ બનાવવાની દિશામાં પણ આગળ વધી રહ્યા છે. આ જૂથમાં ચીન, પાકિસ્તાન, ઈરાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.HS