અફઘાનને ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન નામ અપાશે
કાબુલ, કાબુલમાં પ્રવેશ સાથે જ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજાે કરી લીધો છે. ત્યાર બાદ રવિવારે તાલિબાની આતંકવાદીઓ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં પણ ઘૂસ્યા હતા. એટલું જ નહીં, ત્યાં તેમણે તાલિબાનનો ઝંડો પણ લગાવી દીધો હતો. રવિવારે તાલિબાન કાબુલમાં ઘૂસ્યુ હતું અને ત્યાર બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું.
અશરફ ગની હટી ગયા અને સત્તા પરિવર્તન બાદ તાલિબાન તરફથી હવે મૌલાના અબ્દુલ ગની બરાદરને રાષ્ટ્રપતિ બનાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, અશરફ ગની દેશ છોડીને ચાલ્યા ગયા છે. તે સિવાય ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહે પણ અફઘાનિસ્તાન છોડી દીધું છે. તાલિબાન હવે અફઘાનિસ્તાનને ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન નામ આપશે. તાલિબાને જાહેરાત કરી છે કે, અફઘાનિસ્તાનમાં હવે શરિયા કાયદો લાગુ થશે. લોકોને ચેતવણી આપવામાં આવી છે કે, કોઈ પણ પ્રદેશ છોડીને જવાનો પ્રયત્ન ન કરે. તાલિબાને સરકારી કર્મચારીઓને ચેતવણી આપતા કહ્યું છે કે, ૨૦ વર્ષ પહેલા તાલિબાન શાસનમાં જે રીતે કામ કરતા હતા, હવે એ જ રસ્તે પાછા આવી જાઓ.
તાલિબાને કહ્યું કે, એક નવી શરૂઆત કરો અને ભ્રષ્ટાચાર, કૌભાંડ, આળસથી સાવધાન રહો. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી અને નાટો સૈનિકોની વાપસીની જાહેરાત કરી હતી. બાઈડને જણાવ્યું હતું કે, અમેરિકી સેના અફઘાનિસ્તાન છોડી દેશે ત્યારબાદ તાલિબાનનું વર્ચસ્વ વધી જશે અને આજે સંપૂર્ણ અફઘાનિસ્તાન તેના કબજામાં છે.
વ્હાઈટ હાઉસ બહાર ઉભેલા એક પ્રદર્શનકારીએ જણાવ્યું કે, તેઓ શાંતિ ઈચ્છે છે. જાે તાલિબાન ટેકઓવર કરે છે તો હજારો ઓસામા બિન લાદેન પેદા થશે. તાલિબાની લોકો પાકિસ્તાન સાથે મળી જશે અને તબાહી મચાવશે. એક મહિલા પ્રદર્શનકારીએ જણાવ્યું કે, તાલિબાની લોકો મહિલાઓેને ટાર્ગેટ કરી રહ્યા છે, સૌ કોઈ તેના નિશાન પર છે.SSS