Western Times News

Gujarati News

અફઘાનમાં જઇ ૨૪ પાક. મહિલા આતંકવાદી બની

પ્રતિકાત્મક

નવી દિલ્હી: પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અફઘાનિસ્તાનમાં તાલિબાન, જૈશ એ મોહમ્મદ અને આઈએસઆઈના આતંકીઓની મદદથી મોટા આતંકી હુમલાને અંજામ આપવામાં લાગી છે. અફઘાનિસ્તાનના અનેક હુમલામાં આઈએસઆઈ સામેલ હોવાના પુરાવા અગાઉ પણ મળી ચૂક્યા છે.

આ બધા વચ્ચે તાજા અને ધમાકેદાર ખુલાસાની વાત કરીએ તો આઈએસઆઈની મદદથી પાકિસ્તાનથી અફઘાનિસ્તાનમાં જઈને આઈએસઆઈએસની આંતકી બનેલી ૨૪ મહિલા આતંકીઓની યાદી પણ બહાર આવી છે. જે અફઘાનિસ્તાનના કાબુલની જેલમાં કેદ છે. આ મહિલાઓ અંગે અફઘાનિસ્તાનની એજન્સીઓનું કહેવું છે કે આ તમામ આતંકી હુમલામાં સામેલ મળી આવી છે. આ મામલે જાેડાયેલા જાણકારોના જણાવ્યાં મુજબ પાકિસ્તાન-અફઘાનસ સરહદ પર અફઘાનિસ્તારનના વિસ્તારમાં આઈએસઆઈ તાલિબાની, જૈશ અને આઈએસઆઈએસ આતંકીઓના અનેક ટેરર કેમ્પ બનાવવામાં આવેલા છે. જેમાં મોટી સંખ્યામાં આતંકી હુમલાની ટ્રેનિંગ આપવામાં આવે છે અને અહીંથી ટ્રેનિંગ મેળવી ચૂકેલા આતંકીઓ અફઘાનિસ્તાનમાં હુમલા કરે છે.

કેટલાક આતંકીઓને હુમલા માટે ભારતના કાશ્મીરમાં પણ મોકલવામાં આવે છે. જેમને ભારતીય સુરક્ષાદળો પર હુમલો કરવાનું કહેવાય છે. જેમાંથી અનેક આતંકીઓ પરિવાર સહિત એટલે કે સંપૂર્ણ પરિવાર સાથે આવીને ટેરર કેમ્પોમાં સામેલ
થાય છે.

અફઘાનિસ્તાન મામલે નજર રાખનારાઓના જણાવ્યાં મુજબ અફઘાનિસ્તાન સુરક્ષા દળોની કાર્યવાહીમાં પકડાયેલા કેટલાક પાકિસ્તાની મૂળના આઈએસઆઈએસ આતંકીઓએ ખુલાસો કર્યો છે કે ક્યારે અને ક્યાં હુમલો કરવાનો છે તેવા તેમને આઈએસઆઈ તરફથી નિર્દેશ અપાય. તેમનો એવો પણ દાવો છે કે આઈએસઆઈ જ તેમને હથિયાર ઉપલબ્ધ કરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.