અફઘાનમાં ફરી આત્મઘાતી હુમલો ૬૫ના મોત
કાબૂલ, અફઘાનિસ્તાનના પાટનગર કાબૂલમાં શનિવારે મોડી રાત્રે થયેલા આત્મઘાતી હુમલામાં મોતનો આંકડો વધીને ૬૫ ઉપર પહોંચી ગયો છે. આ ઉપરાંત ઘાયલ થયેલા લોકોની સંખ્યા ૧૮૨ દર્શાવવામાં આવી છે જે પૈકી અનેકની હાલત ગંભીર હોવાથી મોતનો આંકડો હજુ પણ વધી શકે છે.
સત્તાવારરીતે ૬૫ લોકોના મોતનો આંકડો જારી કરવામાં આવી ચુક્યો છે. હાલના સમયના સૌથી પ્રચંડ આત્મઘાતી હુમલા તરીકે આને જાવામાં આવે છે. ઘાયલ થયેલા તમામ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ પશ્ચિમ કાબૂલના એક લગ્ન હોલમાં થયો હતો. ૧૦૦૦થી પણ વધુ લોકો લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો.