અફઘાનમાં ભારતની હારનો શ્રેય પાકને જાય છે: શેખ રશીદ

કરાંચી, પાકિસ્તાનના બટકબોલા ગૃહ મંત્રી શેખ રશીદ અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ શાસન આવ્યા બાદ ઉત્સાહમાં છે અને ઉટપટાંગ નિવેદનો આપી રહ્યા છે.
શેખ રશીદે હવે કહ્યુ છે કે, તાલિબાનના શાસનથી ભારત બેચેન થાય તે સ્વાભાવિક છે. પૂરી દુનિયાએ જાેયુ છે કે, તાલિબાન સત્તા પર આવ્યા બાદ ભારત શોકમાં ગરકાવ હતુ. જે રીતે ભારત પોતાના નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી પાછા લઈ જઈ રહ્યુ છે તે જાેઈને ભારતની હાર સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
તેમણે કહ્યુ હતુ કે, ભારતની હારનુ શ્રેય પાકિસ્તાન અને અહીંની સંસ્થાઓને જાય છે. પાકિસ્તાન કેટલાય વર્ષોથી અફઘાનિસ્તાનમાં અશાંતિના કારણે સહન કરી રહ્યુ છે. પાકિસ્તાન ઈચ્છે છે કે, અફઘાનિસ્તાનમાં શાંતિ રહે જેથી પાકિસ્તાનમાં પણ શાંતિ સ્થપાય. શેખ રશીદે કહ્યુ હતુ કે, હવે તાલિબાન પોતાની ધરતીનો ઉપયોગ પાકિસ્તાન સામેની પ્રવૃત્તિઓ માટે નહીં કરવા દે.
ઉલ્લેખનીય છે કે, અશરફ ગનીની સરકાર હતી ત્યારે પાકિસ્તાન હંમેશા કહેતુ હતુ કે, ભારત અફઘાનિસ્તાનમાં પોતાનો પ્રભાવ વધારી રહ્યુ છે અને અહીંની જમીનનો ઉપયોગ પાકિસ્તાન વિરોધી પ્રવૃત્તિઓ માટે કરી રહ્યુ છે.SSS