અફઘાનમાં સરકારની રચના ત્રણ દિવસ માટે ફરી ઠેલાઈ

કાબૂલ, અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા સરકાર બનાવવાનુ ફરી એક વખત ટાળી દેવામાં આવ્યુ છે.
તાલિબાને કહ્યુ છે કે, હવે નવી સરકારની રચના ત્રણેક દિવસ બાદ થશે. જ્યારે અફઘાનિસ્તાન આખુ તાલિબાનના કબ્જામાં છે ત્યારે સરકાર બનાવવા માટે પડી રહેલી તારીખોથી આશ્ચર્ય છે. તાલિબાન સરકારમાં જે લોકો સામેલ થશે તેમના નામનો ખુલાસો પણ સરકારની જાહેરાત થશે ત્યારે જ કરવામાં આવશે.
હકીકત એવી છે કે, તાલિબાન સામે સત્તા હાંસલ કર્યા બાદ પણ પડકારો ઉભા છે. કેટલાક કબીલાના સરદારોએ તાલિબાન સામે મોરચો ખોલી દીધો છે. કેટલાક સરદારો બગાવતના મૂડમાં છે.
અફઘાનિસ્તાનમાં વિવિધ સમુદાયોની આગેવાની કરતા નવ જેટલા નેતાઓ એવા છે જેઓ તાલિબાનનો વિરોધ કરી શકે તેમ છે. બીજી તરફ પંજશીરમાં નોર્ધન એલાયન્સના નેતાઓ તો તાલિબાન સામે જંગ માટે મેદાનમાં ઉતરી ચુકેલા છે.
તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરના પુત્ર મુલ્લા યાકુબ અને હક્કાની નેટવર્કના આગેવાન સિરાજુદ્દીન હક્કાની વચ્ચે સૈનિકો અને હથિયારો પર નિયંત્રણ કોણ રાખશે તેના પર મતભેદો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ઉપરાંત ન્યાય, ધાર્મિક મામલા અને આંતરિક સુરક્ષાના વિભાગની વહેંચણી અંગે પણ બંનેમાં ખટરાગ ચાલી રહ્યો છે.SSS