અફઘાનિસ્તાનથી ભારતીયોને લાવવાએ સર્વોચ્ચ પ્રાથમિકતાઃ કેન્દ્ર સરકાર

નવીદિલ્હી, અફઘાનિસ્તાનની તાજા સ્થિતિ પર ભારતની સતત નજર છે. ભારત તરફથી લગાતાર રેસ્ક્યૂ અભિયાન ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે આજે ભારત સરકારે સર્વપક્ષીય બેઠકમાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે જાણકારી આપી તથા ત્યાં ચાલી રહેલા રેસ્ક્યૂ મિશન વિશે જણાવ્યું. સરકારે કહ્યું કે જ્યાં સ્થિતિ ‘ગંભીર’ છે, ત્યાંથી ભારતીયોને બહાર કાઢવા એ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
વિદેશમંત્રી એસ જયશંકરે ગત સપ્તાહે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજાે જમાવ્યાની પૃષ્ઠભૂમિમાં રાજકીય પક્ષોના નેતાઓને અફઘાનિસ્તાનની તાજા સ્થિતિ વિશે જાણકારી આપી. બેઠકમાં જયશંકર ઉપરાંત રાજ્યસભાના નેતા અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ તથા સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જાેશી પણ હાજર રહ્યા હતા. વિદેશમંત્રી એસ જયશંકરના નેતૃત્વમાં થયેલી બેઠકમાં વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલા દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. જેમાં ભારત દ્વારા લોકોને બહાર કાઢવાની વાત જણાવવામાં આવી છે. કેન્દ્ર સરકારના જણાવ્યાં મુજબ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી હેલ્પલાઈન પર અત્યાર સુધીમાં ૧૫ હજાર લોકોએ સંપર્ક કર્યો અને મદદ માંગી છે.
સરકારનું કહેવું છે કે હાલ સંપૂર્ણ ફોકસ અફઘાનિસ્તાનથી લોકોને કાઢવા પર છે. ભારતીય વાયુસેના અને અન્ય એરલાઈન્સની મદદથી લોકોને લાવવાનું કામ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ભારતે દોહા કે દુશામ્બેના રસ્તે લોકોને દિલ્હી પહોંચાડ્યા છે. ભારતથી અત્યાર સુધીમાં ૮૦૦થી વધુ લોકોને પાછા લાવવામાં આવ્યા છે. જેમાં સૌથી પહેલા દૂતાવાસના લોકોને પાછા લવાયા. ત્યારબાદ હવે ભારતીય નાગરિકોને પાછા લાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનમાં રહેતા હિન્દુઓ, શીખોને પણ દિલ્હી લાવવામાં આવી રહ્યા છે.
ખાસ વાત એ છે કે ભારત ફક્ત પોતાના નાગરિકોને જ નહીં પરંતુ પાડોશી દેશો નેપાળ ઉપરાંત લેબનનના નાગરિકોને પણ સુરક્ષિત કાઢી લાવ્યું છે. જેમાથી કેટલાક લોકો ભારત સંલગ્ન પ્રોજેક્ટ્સ પર કામ કરતા હતા. ભારતે ૧૬ ઓગસ્ટના રોજ પોતાના મિશન દેવી શક્તિની શરૂઆત ૮૦ લોકોને પાછા લાવીને કરી હતી. ભારત સરકારે સર્વપક્ષીય બેઠકમાં જાણકારી આપી છે કે દુનિયાની જેમ ભારત પણ તાલિબાનને લઈને હાલ વેઈટ અને વોચની ભૂમિકામાં છે. હાલ મુખ્ય ફોકસ લોકોને ત્યાંથી કાઢવા પર છે. આ ઉપરાંત અન્ય ચીજાેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રાજકીય પક્ષોએ ભારત સરકારના પ્રયાસોના વખાણ કર્યા છે.
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ સતત હાલાત બદલાઈ રહ્યા છે. આ જ ઘટનાક્રમ પર ચર્ચા કરવા માટે કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન પર ભારત સરકારે એ નક્કી કરવાનું છે કે તેની રણનીતિ શું હશે. હાલ આ બેઠક દિલ્હીમાં ચાલુ છે. બેઠકમાં વિદેશમંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાનને લઈને રાજકીય પક્ષોના નેતાઓને જાણકારી આપી.અફઘાનિસ્તાનને લઈને ચાલી રહેલી સર્વપક્ષીય બેઠકમાં વિદેશમંત્રી એસ જયશંકર, વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખી, સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જાેશી, કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ, વિદેશ રાજ્યમંત્રી મુરલીધરન અને કેન્દ્રીય મંત્રી અર્જૂન મેઘવાલ સામેલ છે.
પ્રમુખ વિપક્ષી દળોનાઆ નેતા સામેલ ઃ કોંગ્રેસ- મલ્લિકાર્જૂન ખડગે, અધીર રંજન ચૌધરી અને આનંદ શર્મા એનસીપી- શરદ પવાર,તૃણમૂલ કોંગ્રેસ- શુવેન્દુ શેખર રોય, સૌગત રાય,ડીએમકે- તિરુચિ શિવા,આરજેડી- પ્રેમચંદ ગુપ્તા,એઆઈએમઆઈએમ- અસદુદ્દીન ઓવૈસી,આમ આદમી પાર્ટી- એનડી ગુપ્તા,ટીડીપી- જયદેવ ભલ્લા,જેડી(એસ)- લલન સિંહ, બીજેડી- પ્રસન્ના આચાર્ય, સીપીઆઈ- વિય વિશ્વમ, શિવસેના- ગજાનન કીર્તિ, સપા- વિશ્વંભર પ્રસાદ નિષાદ અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનથી બહાર કાઢવામાં આવેલા લોકોની સંખ્યા ૮૦૦થી વધુ થઈ ગઈ છે. કાબુલ પર તાલિબાનના કબજાના એક દિવસ બાદ ૧૬ ઓગસ્ટથી લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. ભારતે પોતાના આ અભિયાનનું નામ ઓપરેશન ‘દેવી શક્તિ’ રાખ્યું છે.HS