Western Times News

Gujarati News

અફઘાનિસ્તાનની જેલમા આતંકીઓનો હુમલો, ૨૯ લોકોના મોત નિપજયાં

કાબુલ, અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરની જેલ પર ઇસ્લામાકિ સ્ટેટના આતંકીઓએ હુમલો કરી તેમના કેટલાક સાથીઓને છોડાવ્યા છે. તે દરમિયાન સુરક્ષા દળ સાથેના સંઘર્ષમાં ૨૯ કેદીના મોત થયા અને ૫૦થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. હુમલા બાદ બીજા વિસ્તારથી સુરક્ષા દળને સ્થળ પર મોકલવામાં આવ્યા. જેમણે ફરીથી જેલને પોતાના કબ્જામાં લધી અને આસપાસના ગામોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ અભિયાન દરમિયાન ભાગી ગયેલા ઘણા આતંકવાદીઓને પકડી લેવામાં આવ્યા હતા. આ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટના ખોરાસન જૂથે લીધી છે.

મળતી માહિતી મુજબ, રવિવારે નંગરહાર પ્રાંતની રાજધાની જલાલાબાદમાં બનાવવામાં આવેલી જેલમાં સુરક્ષા કર્મીઓ રૂટિન ડ્યુટી કરી રહ્યા હતા. તે જ સમયે, ઇસ્લામિક સ્ટેટનો એક આત્મઘાતી બોમ્બર વિસ્ફોટકથી ભરેલા વાહન સાથે જેલના દરવાજે પહોંચ્યો હતો અને તેનો વિસ્ફોટ કરતાની સાથે જ ઈસ્લામિક સ્ટેટના અન્ય આતંકીઓ ગોળીઓ ચલાવતા અંદર પ્રવેશ્યા. આ હુમલા બાદ જેલમાં બંધ ૧૫ સો કેદીઓમાંથી ઘણા કેદીઓ તકનો લાભ લઇ ભાગી ગયા હતા.

નંગરહાર પ્રાંતના ગવર્નરે કહ્યું કે લગભગ ૧૦૦૦ કેદીઓ ભાગી ગયા હતા. પરંતુ સરક્ષા દળોએ અભિયાન ચલાવી તેમાંથી ઘણા કેદીઓને ફરી પડકી લેવામાં આવ્યા. બાકી કેદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તા ફવાદ અમાને કહ્યું કે સુરક્ષા દળોએ સોમવારના જેલને પોતાના કબ્જામાં લીધી છે. જેલની આસપાસની ઇમારતમાંથી ગોળીબાર કરવામાં આવી રહ્યો હતો. આ સ્થાન પર ગવર્નરનું કાર્યાલય પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.