અફઘાનિસ્તાનની મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ, ત્રણના મોત
કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદથી આતંકવાદી ગતિવિધિઓ ચાલુ છે. શુક્રવારે પૂર્વ અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં એક મસ્જિદને નિશાન બનાવવામાં આવી હતી. અહીં થયેલા વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે મૌલવી સહિત લગભગ ૧૫ લોકો ઘાયલ થયા છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, આ વિસ્ફોટ પૂર્વી અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં સ્પિન ઘરની એક મસ્જિદમાં થયો હતો. જેમાં મૌલાના સહિત લગભગ ૧૫ લોકો ઘાયલ થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ લગભગ ૧ઃ૩૦ વાગ્યાની આસપાસ થયો હતો. આ એક પૂર્વ આયોજિત હુમલો હતો, કારણ કે શક્ય તેટલા લોકોને નિશાન બનાવવા માટે મસ્જિદની અંદર વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
આ પહેલા અફઘાનિસ્તાનના ઉત્તરી કુન્દુઝ પ્રાંતમાં શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જિદમાં જાેરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૦૦ લોકોના મોત થયા છે. આ હુમલો શિયા મુસ્લિમોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ પહેલા ૩ ઓક્ટોબરે અફઘાનિસ્તાનમાં મસ્જિદની બહાર બ્લાસ્ટ થયો હતો. જેમાં કેટલાક લોકોના મોત થયા હતા.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મિલિટરી હોસ્પિટલની સામે નાગરિકોને નિશાન બનાવીને મંગળવારે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. તાલિબાનના નાયબ પ્રવક્તા બિલાલ કરીમીએ એસોસિએટેડ પ્રેસ (એપી)ને જણાવ્યું કે કાબુલમાં સરદાર મોહમ્મદ દાઉદ ખાન મિલિટરી હોસ્પિટલની બહાર નાગરિકોને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
આ હુમલામાં ૨૫ લોકોના મોત થયા હતા, જ્યારે ૫૦ લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ સરદાર મોહમ્મદ દાઉદ ખાન હોસ્પિટલના પ્રવેશ દ્વાર પર થયો હતો. ઇસ્લામિક સ્ટેટના લડવૈયાઓએ હોસ્પિટલની બહાર પણ ગોળીબાર કર્યો હતો. જાે કે, આ લડવૈયાઓને ૧૫ મિનિટમાં તટસ્થ કરવામાં આવ્યા હતા.HS