અફઘાનિસ્તાનમાં અરાજકતા: કાપડના વેપારીઓના ૪૦૦ કરોડ રૂપિયા ડૂબી જવાનો ભય
સુરત, અફઘાનિસ્તાનમાં રાજકીય અનિશ્ચિતતા અને તાલિબાનોએ દેશને ઝડપી લીધા પછી જાેવા મળી રહેલી અંધાધૂંધીની અસર ટેક્સટાઈલના હબ ગણાતા સુરતમાં પણ જાેવા મળી રહી છે. જ્યાં એક તરફ સંઘર્ષગ્રસ્ત દેશમાં ધંધાનું નુકસાન થવાનું નિકટવર્તી લાગે છે ત્યારે બીજી તરફ કાપડના પ્રોડક્ટના નિકાસકારો અને દલાલોનો દાવો છે કે અશાંતિના કારણે આશરે ૪૦૦ કરોડ રૂપિયાનું પેમેન્ટ અટવાયું છે. અફઘાનિસ્તાનમાં જે પ્રકારની સ્થિતિ છે તે જાેઈને તેમને ખૂબ જલ્દી ૪૦૦ કરોડ રૂપિયાનું પેમેન્ટ નહીં મળે તેવો તેમને ડર છે.
સુરતમાં બનતા પંજાબી સૂટ અને દુપટ્ટાની અફઘાનિસ્તાન તેમજ પાકિસ્તાનમાં વધારે માગ છે. ત્રણ વર્ષ પહેલા સુધી, મહિલાઓ માટેના તૈયાર કપડા ખરીદવા માટે અફઘાનિસ્તાનના વેપારીઓ અવાર-નવાર શહેરની મુલાકાત લેતા હતા. તેઓ અંગત રીતે વસ્તુઓની પસંદ કરતા હતા અને દિલ્હીમાં તેમના ધંધાના સહયોગીઓના માધ્યમથી ચૂકવણી કરતા હતા.
એક અંદાજ મુજબ ઓછામાં ઓછા ૧૦૦ કરોડ રૂપિયાના કપડા દર મહિને પાકિસ્તાન અથવા દુબઈ મારફતે અફઘાનિસ્તાન મોકલવામાં આવતા હતા. ઘણા નિકાસકારો માટે કામ કરતા દલાલ રાજુ ભાટિયાએ જણાવ્યું હતું કે, ‘કાપડ બજારમાં ક્રેડિટનો સમયગાળો ત્રણ મહિના સુધીનો હોય છે અને પાકિસ્તાન અથવા દુબઈ મારફતે અફઘાનિસ્તાનને પૂરા પાડવામાં આવતા માલમાં, પેમેન્ટ ત્રણથી ચાર મહિનામાં પ્રાપ્ત થાય છે. જાે કે, અશાંતિના કારણે ઘણા નિકાસકારોનું આશરે ૪૦૦ કરોડ રૂપિયાનું પેમેન્ટ અટવાયું છે’.
અશાંતિના કારણે પાકિસ્તાન અથવા દુબઇ દ્વારા નિકાસ પણ પ્રભાવિત થયું છે. ક્વોલિટી અને વેરાયટીના કારણે શહેરમાં બનતા પંજાબી સૂટ અને દુપટ્ટાની પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાનમાં ભારે માગ છે. આયાતકારો આ પ્રોડક્ટ્સ ઈચ્છે છે પરંતુ અનિયમિત સપ્લાયના કારણે કોઈ પણ વર્તમાન પરિસ્થિતિમાં નિકાસ કરવાનું જાેખમ લેવા માગતા નથી’, તેમ કાપડના ઉત્પાદક અને નિકાસકાર ગુરપાલ સિંહે જણાવ્યું હતું. અફઘાનિસ્તાનમાં દર મહિને ૧૦૦ કરોડ રૂપિયાથી વધારેના કપડા અલગ-અલગ રૂટથી નિકાસ કરવામાં આવતા હતા. પરંતુ હાલની સ્થિતિના કારણે તે અટકી ગયું છે’, તેમ ગુરપાલ સિંહે ઉમેર્યું હતું. કાપડના ઉત્પાદક રવિ જૈને ઉમેર્યું હતું કે, ‘ઘણા નિકાસકારોને ભારે નુકસાન થયું છે અને સ્થિતિ ક્યારે સુધરશે તેના વિશે કોઈને જાણ નથી.SSS