અફઘાનિસ્તાનમાં ગવર્નરના કાફલા પર આત્મઘાતી હુમલો
કાબુલ, અફઘાનિસ્તાનમાં લગમનના ગવર્નર રહમતુલ્લાહ યાર્મલના કાફલાને નિશાન બનાવી આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો ગવર્નરના પ્રવકતા અસદુલ્લાહ ડાવલાત્ઝઇએ વિસ્ફોટની પુષ્ટી કરી છે આ ઘટનામાં ગવર્નર તો બીલબાલ બચી ગયા પરંતુ આઠ લોકોના મોત થયા હતાં અને ૩૦થી વધુ લોકોને ઇજા થઇ હતી આ માહિતી ટોલો ન્યુઝે આપી છે.
ટોલો ન્યુઝ અનુસાર ગવર્નરના પ્રવકતાએ કહ્યું કે આત્મઘાતી હુમલાનું નિશાન રાજયપાલ હતાં ઘટના તેને સમય ઘટી જયારે તે પોતાના ગેસ્ટ હાઉસના કાર્યાલયની વચ્ચે યાત્રા કરી રહ્યાં હતાં આંતરિક મંત્રાલયે પુષ્ટી કરી છે કે ઘટનામાં ચાર નાગરિકો સહિત ગવર્નરના ચાર ગાર્ડના મોત નિપજયા હતાં જયારે ૩૮ નાગરિકો પણ ઘાયલ થયા હતાં હાલ તાલિબાન સહિત કોઇ પણ સમૂહે હુમલાની જવાબદારી લીધી નથી.HS