અફઘાનિસ્તાનમાં પાંચ તાલિબાની ઠાર મરાયા

Afghan police officers stand guard at the site of a suicide attack in Kabul, Afghanistan September 13, 2017. REUTERS/Mohammad Ismail - RC1B57AD2BE0
કાબુલ, અફધાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓ અને અફધાન ફોર્સિસ વચ્ચે અથડામણમાં ૫ તાલિબાની આતંકવાદીઓ ઠાર મરાયા હોવાના અહેવાલો છે આ હુમલામાં ૪ તાલિબાની આતંકવાદીઓ ઘાયલ પણ થયા છે જાણકારી અનુસાર અફઘાનિસ્તાનના ડંગમ જિલ્લામાં કુનાર પ્રાંતમાં અફધાનની સેનાની ઇસ્ટર્ન ડિવિજન જેને ૨૦૧ સેલબ કોર્પના નામે ઓળખવામાં આવે છે તેના તરફથી આ અથડામણને લઇ નિવેદન જારી કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગત રાતે આતંકીઓએ અફધાન સુરક્ષા કર્મચારીઓ પર ચેકપોઇન્ટ પર હુમલો કરી દીધો જેના જવાબમાં સુરક્ષા કર્મચારીઓએ પણ તેમના પર ગોળીબાર કર્યો આ ગોળીબારમાં પાંચ આતંકવાદીઓના મોત થયા જયારે ચાર આતંકવાદીઓને ઇજા થઇ ડિવિઝન તરફથી કહેવામાં આવ્યું છે કે આ હુમલામાં એક સામાન્ય નાગરિક પણ ઘાયલ થયો છે તાલિબાન તરફથી હજુ સુધી ઘટનાની પુષ્ટી થઇ નથી.HS