અફઘાનિસ્તાનમાં ‘બેવડી શાંતિ’ની જરૂરત છે : એસ જયશંકર
દુશાંબ: દુશાંબેમાં થઇ રહેલા આ સંમેલનમાં અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા પર ક્ષેત્રીય સહમતિ બનાવવા માટે અંદાજિત ૫૦ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિ એકઠા થયા છે.
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં એક સ્થાયી શાંતિ માટે, અમે એક વાસ્તવિક બેવડી શાંતિની આવશ્યક્તા છે, એટલે અફઘાનિસ્તાનની અંદર શાંતિ અને અફઘાનિસ્તાનની આસપાસ શાંતિ. આમાં તે દેશની અંદર અને તેમની આસપાસ તમામના હિતોને સંપની જરૂરિયાત છે. જાે શાંતિ પ્રક્રિયાને સફળ બનાવે છે, તો એ નક્કી કરવું આવશ્યક છે કે વાતચીત કરનારા પક્ષ એક રાજકીય સમાધાન સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધ થાય.
સંમેલન શરૂ થતા પહેલા જયશંકરે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે પણ મુલાકાત કરી. જણાવી દઇએ કે અફઘાન સરકાર અને તાલિબાન ૧૯ વર્ષથી ચાલી આવતા યુદ્ધને ખતમ કરવા માટે એકબીજામાં સીધા વાર્તા કરી રહ્યા છે. આ યુદ્ધમાં હજારો લોકો માર્યા ગયા છે અને અફઘાનિસ્તાનનો કેટલાક ભાગને તબાહ થઇ ગયો છે. અફઘાનિસ્તાનની શાંતિ અને સ્થિરતામાં ભારત એક મોટો પક્ષ રહ્યો છે જે યુદ્ધગ્રસ્ત દેશમાં પુનર્નિર્માણ ગતિવિધિયોમાં પહેલા જ બે અરબ ડૉલરની સહાયતા આપી ચૂક્યું છે.
સ્થાઈ અને શાંતિપૂર્ણ અફઘાનિસ્તાન માટે સુરક્ષા અને સહયોગ પર ક્ષેત્રીય પ્રયાસ ઇસ્તાંબુલ પ્રોસેસ હેઠળ નવમાં હાર્ટ ઑફ એશિયા ઇસ્તાંબુલ પ્રોસેસની મંત્રી સ્તરીય બેઠક થઇ રહી છે. આની શરૂઆત ૨ નવેમ્બર, ૨૦૧૧ને તુર્કીથી થઇ હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂદ કુરૈશી પણ સંમેલનમાં સામેલ થઇ રહ્યા છે. બન્ને દેશોના વિદેશ મંત્રીઓના સંમેલનમાં સામેલ થવાના કારણે બન્ને નેતાઓ વચ્ચે મુલાકાતની સંભાવનાઓને લઇને પણ અટકળો લગાવાઇ રહી હતી.