અફઘાનિસ્તાનમાં સેનાનું સૌથી મોટું ઓપરેશન : 24 કલાકમાં 100 આંતકવાદીઓના મોત
કાબુલ, આંતરીક ગૃહયુદ્ધની આગમાં ફસાયેલા અફઘાનિસ્તાનમાં આંતકી હુમલા બંધ થવાનું નામ નથી લઇ રહ્યા. સરકાર આ માટે સતત પ્રયાસો કરી રહી છે. હાલમાં અફઘાનિસ્તાનના સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ પાછલી 24 કલાકમાં સૌથી મોટું ઓપરેશન ચલાવ્યું છે. આ ઓપરેશનમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સિવાય 45 આતંકવાદીઓને ઈજા થયાના સમાચાર છે. 5 આતંકવાદીઓની ધરપકડ કરાઈ છે. સુરક્ષા દળોએ 15 રાજ્યોમાં 18 ઓપરેશનોને અંજામ આપ્યો છે.
અફઘાનિસ્તાન મધ્ય એશિયાનો દેશ છે. તેની પશ્ચિમે ઈરાન, પૂર્વે અને દક્ષિણે પાકિસ્તાન, ઉત્તરે તૂર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તાજીકિસ્તાન તથા ઉત્તર-પૂર્વ ભાગમાં ચીન દેશ આવેલ છે. અફઘાનિસ્તાન દુનિયાના અવિકસિત અને આર્થિક રીતે પછાત દેશોમાંનો એક દેશ છે. અફઘાનિસ્તાનમાંથી આતંકવાદના ખાત્મા માટે સેના હાલમાં ઓપરેશન ચલાવી રહી છે. જેમાં છેલ્લાં 24 કલાકમાં તેને મોટી સફળતા હાથ લાગી છે. 100 આતંકવાદીઓના મોત થઈ ચૂક્યા છે. આતંકવાદી સંગઠનોને મોટો ઝટકો લાગ્યો છે. કોઈ એક ગ્રૂપ નહીં પણ જુદાજુદા સંગઠનો પર સેનાએ કાર્યવાહી કરી છે.